સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th July 2021

મોરબીના લીલાપર રોડ પર ઇલેક્ટ્રિક પોલ સાથે ટ્રક અથડાવી નુકશાન કરનાર ઝડપાયો.

ટ્રેલર ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાયા બાદ આગ લાગી હતી: વીજપોલ અને વીજ વાયરને નુકશાન થયાની ફરિયાદ નોંધાઈ હતી

મોરબીના લીલાપર ગામ નજીક એક ટ્રેલર ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાયા બાદ આગ લાગી હતી જે અકસ્માતમાં વીજપોલ અને વીજ વાયરને નુકશાન થયા અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે ગુન્હામાં પોલીસે આરોપી ટ્રકચાલકને ઝડપી લીધો છે
મોરબીના લખધીરવાસમાં રહેતા નાયબ ઈજનેર મેહુલ પઢીયાર પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૧૩ ના રોજ ટ્રેલર જીજે ૧૨ બીડબ્લ્યુ ૭૪૩૮ ના ચાલકે ટ્રેલર પુરઝડપે ચલાવી લીલાપર જોધપર નદી ગામ તરફ જવાના રસ્તે શ્યામ પેપરમિલ નજીક ઇલેક્ટ્રિક પોલના ડીપી સ્ટ્રકચર ગેંગ સ્વીચ સાથે કન્ટેનર ભટકાડી ઇલેક્ટ્રિક પોલ તથા વીજ વાયરમાં નુકશાન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદ નોંધી મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી હોય જેમાં આરોપી નાનજી ગોવાભાઈ સુવારીયા (રહે અંજાર કચ્છ વાળા ) ને ઝડપી લેવાયો છે અને પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

(9:41 pm IST)