સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th July 2021

ખંભાળિયા પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતો એએસઆઈ પીયૂસ બગડાઈ પીધેલી હાલતમાં ઝડપાયો: પોલીસ બેડામાં ચકચાર

પીયૂસ બગડાઈ ઘણા સમયથી નોકરી પ્રત્યે પણ બેદરકાર હોવાની ચર્ચા

ખંભાળિયા: ખંભાળિયા પોલીસ હેડ ક્વાર્ટરમાં એએસઆઈ તરીકે  ફરજ બજાવતો અને રામનાથ પરામાં રહેતો પીયૂસ રસિકલાલ બગડાઈ પીધેલી હાલતમાં પકડાઈ જતા ખંભાળિયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. બનાવના પગલે પોલીસ બેડામાં ચકચાર જાગી છે. પીયૂસ બગડાઈ ઘણા સમયથી નોકરી પ્રત્યે પણ બેદરકાર હોવાનું પણ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
  એએસઆઈ રાત્રીના સમયે  શંકાસ્પદ હાલતમાં હોવાનું લાગતા ફરજ પરના અધિકારીએ ચકાસતા પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું હતું.

(6:58 pm IST)