સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th July 2021

વાસુ હેલ્થકેરે ગ્રામીણ વિસ્તારમાં ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવા જૂનાગઢની ભંડુરી પ્રાથમિક શાળાને ૧૦ કમ્પ્યુટર સિસ્ટમ્સ આપી

કંપનીએ સ્કૂલમાં ૨,૭૦૦ ચોરસ ફૂટનો પ્રાર્થના ખંડ પણ બનાવી આપ્યો

મુંબઇ,તા. ૨૪: ગ્રામીણ વિસ્તારમાં વિદ્યાર્થીઓને ટેકનોલોજીની મદદથી ગુણવત્ત્।ાસભર શિક્ષણ મળી રહે તેવા ઉદ્દેશ્યથી વડોદરા સ્થિત વાસુ હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડે જૂનાગઢ જિલ્લાની ભંડુરી પ્રાથમિક શાળાને ૧૦ કમ્પ્યૂટર સિસ્ટમ્સ ભેટ આપી છે. હર્બલ અને આયુર્વેદના ક્ષેત્રે અગ્રણી સ્થાન ધરાવતી વાસુ હેલ્થકેરે સ્કૂલમાં ૨,૭૦૦ ચોરસ ફૂટનો પ્રાર્થના હોલ પણ બનાવી આપ્યો છે. કંપની ગ્રામીણ વિસ્તારોમાં ગુણવત્ત્।ાપૂર્ણ શિક્ષણ અર્થે વધુ પહેલ આદરવા અને 'બેટી બચાવો' અભિયાનને ટેકો આપવા માટે પ્રતિબદ્ઘ છે.

ભંડુરી પ્રાથમિક શાળા જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીયા તાલુકાની ટોચની પાંચ શાળાઓમાં સ્થાન ધરાવે છે. આ શાળા આઠમા ધોરણ સુધી વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણ પૂરું પાડે છે. શાળામાં ૧૯૨ છોકરા અને ૧૫૫ છોકરીઓ સહિત ૩૪૭ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળા દ્વારા ગુણવત્ત્।ા શિક્ષણ પૂરું પાડવાના લીધે જ આ વર્ષે ખાનગી શાળાઓમાંથી લગભગ ૨૫ વિદ્યાર્થીઓએ આ શાળામાં પ્રવેશ લીધો છે. વિદ્યાર્થીઓમાં વાંચન પ્રવૃત્ત્િ। વધારવા માટે શાળામાં ૧,૨૦૦ પુસ્તકોનું પુસ્તકાલય પણ છે.

વાસુ હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડના સીએમડી શ્રી હરિભાઈ પટેલે આ પહેલ અંગે જણાવ્યું હતું કે શિક્ષણ એ કોઈપણ સમાજનો પાયો છે અને આર્થિક તથા સામાજિક વિકાસ માટે મહત્વનું પરિબળ છે. સમાજના વિકાસ તથા સુખાકારી તેના શિક્ષણની ગુણવત્ત્।ા પર આધાર રાખે છે. ભવિષ્યના નાગરિકોના સર્વાંગી વિકાસમાં ચાવીરૂપ ભૂમિકા ભજવીને શાળાઓ દેશના ભવિષ્યના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે. અમને વિશ્વાસ છે કે વાસુ હેલ્થકેરની આ નાનકડી પહેલ આ હેતુને સાર્થક કરવામાં મદદરૂપ થશે.

૧૯૮૦માં સ્થપાયેલી વાસુ હેલ્થકેર આયુર્વેદિક થેરાપ્યુટિક ફોર્મ્યુલેશન, હર્બલ કોસ્મેટિક અને પર્સનલ કેર, હર્બલ અને ન્યૂટ્રીશનલ સપ્લીમેન્ટ્સ જેવી પ્રોડકટ્સનું ઉત્પાદન અને માર્કેટિંગ કરે છે. કંપની ભારતમાં આયુર્વેદિક પ્રિસ્ક્રીપ્શન બજારમાં અગ્રણી કંપનીઓમાં સ્થાન ધરાવે છે. કંપની દેશભરમાં ૫૦૦થી વધુ કર્મચારીઓ ધરાવે છે. 

(11:41 am IST)