સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th July 2021

કોટડાસાંગાણીના રાજપરામા શિક્ષણ સજ્જતા સેમિનાર

કોટડાસાંગાણી : તાલુકાની ગ્રાન્ટ ઇન એઇડ શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષકો માટે શિક્ષણ સજજતા સેમિનાર રાજપરામાં યોજાઇ હતી. આ સેમિનારમાં દ.સા.ચંદ્રસિંહજી ઉચ્ચતર મા.શાળા - રાજપરા મહારાણા પ્રતાપ વિદ્યાલય કોટડાસાંગાણી, જે.એસ.મોદી હાઇસ્કુલ - રામોદ, શ્રીમતી સુરેખાબેન હસમુખરાય ગારડી હાઇસ્કુલ અનિડાવાછરા, મા શારદા વિદ્યાલય શાપર વેરાવળ, ફિલ્ડ માર્શલ હાઇસ્કુલ શાપર વેરાવળ અને શેઠ દેવકરણ હંસરાજ વિદ્યાલય નવી મેંગણી વગેરે શાળાના ૬૦ જેટલા શિક્ષકો જોડાયા હતા. મુખ્ય મહેમાન તરીકે જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલા, શિક્ષણવિદ ગીજુભાઇ ભરાડ ધી ન્યુ ઇરા એજયુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી એન.ડી.જાડેજા, સગપરીયા, ધોળકીયા, મંગળ ભારતી લોકશાળા, હાથબ ભાવનગરના આચાર્ય આઇ.જી.ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. સેમીનારના મુખ્ય વિષયમાં યોગ, રાષ્ટ્રીય શિક્ષણ નિતી, વાર્ષિક આયોજન, શિક્ષણમાં આધુનીકતા, શિક્ષણમાં જીવંતતા જેવા રહ્યા હતા.શ્રી ભરાડ પોતાની અનુભવવાણી રૂપે નવી રાષ્ટ્રીય શિક્ષણ નિતી અને શિક્ષણ સજજતા વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કૈલા સાહેબે પોતાના વકતવ્યમાં સેમીનાર દ્વારા પોતાના વિચારને બિરદાવ્યો હતો. શ્રી કૈલાસે આજના આ સમયમાં જેમના માનસ ફલકમાંથી શિક્ષણ સજજતાનો સુંદર વિચાર ઉદભવ્યો અને અથાગ પ્રયત્ન કરીને ફળીભુત કરવા આજનો સેમીનાર ગોઠવ્યો એવા એન.ડી.જાડેજાના ઉચ્ચવિચારને બિરદાવ્યા હતા. શિક્ષકોને વર્તમાન સમયમાં કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે કામ કરવુ જોઇએ તે અંગે માર્ગદર્શન આપ્યુ હતુ.

(11:41 am IST)