સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th July 2019

રવિવારે હરીદ્વારમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના યાત્રી ભવનનું મુકતાનંદ બાપુના હસ્તે લોકાર્પણ

ગીજુભાઇ ભરાડ જયોતિભાઇ તેરૈયા પરિવારના અનુદાનથી વિનામુલ્યે સુવિધા મળશે

જુનાગઢ, તા.૨૪: રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના લોકો માટે કે જેઓ યાત્રામાં હરીદ્વાર જતા હોય ત્યારે તેમને રહેવા જમવાની સુવિધા સરળતાથી મળી રહે તે માટે યાત્રી નિવાસનું નિર્માણ કરાયુ છે. જેમાં રાજગોર સમાજને તમામ સુવિધા નિઃશુલ્ક મળી રહેશે.

અખિલ ભારતીય સાધુ સમાજના રાષ્ટ્રીય પ્રમુખ પુ.મુકતાનંદબાપુની પ્રેરણા અને આશિર્વાદથી સ્વ.ચંપાબા ગીજુભાઇ ભરાડ તથા જયોત્સનાબેન જયંતિભાઇ તેરૈયાના અનુદાનથી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ યાત્રી નિવાસનું બે માળનું બિલ્ડીંગ તૈયાર કરવામાં આવ્યું છે.

જેનુ રવિવારે સવારે ૧૦.૩૦ કલાકે પુ.મુકતાનંદબાપુના હસ્તે લોકાપર્ણ કરવામાં આવશે. ઉમિયાધામ આશ્રમ સામે બિરલા ફાર્મ શેરી નં.પ હરીપુર કલા હરિદ્વાર (ઉત્તરાખંડ) ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં જવા ઇચ્છતા લોકોએ વધુ વિગત માટે ૯૮૯૮૧ ૩૩૪૫૭ ઉપર સંપર્ક સાધવા જણાવાયુ છે અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગીજુભાઇ ભરાડ જયંતિભાઇ તેરૈયા, જતિનભાઇ ભરાડ, વિજયભાઇ તેરૈયા બંને પરિવારો જહેમત ઉઠાવી રહ્યા છે.

(1:14 pm IST)