સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th July 2019

લાઠીદડની ઉમા કેમ્પસની વિદ્યાર્થીનીઓ જીલ્લા કક્ષાની કબ્બડી સ્પર્ધામાં પ્રથમ

ઉમા કેમ્પસ લાઠીદડની બહેનોની ટીમ યુવા સાંસ્કૃતિક અને રમત-ગમત અધિકારી કચેરી બોટાદ દ્વારા તાજેતરમાં આયોજીત શાળાકીય રમતોત્સવમાં કબ્બડીની સ્પર્ધામાં જીલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો હતો. હવે બહેનોની આ ટીમ રાજયકક્ષાએ બોટાદ જીલ્લાનું પ્રતિનીધીત્વ કરશે.

જીલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવવા બદલ વ્યાયામ શિક્ષક સવજીભાઇ ખાંભડીયા, માધ્યમિક વિભાગના આચાર્ય શૈલેષભાઇ પટેલ, ઉ.મા. વિભાગના આચાર્ય વેલીશાબેન પટેલ, શિક્ષણ સમિતીના ચેરમેન એ.ડી.ભાઇ ભાવનગરીયા, ટ્રસ્ટી ધીરૂભાઇ ભુંગાણી, નાગરભાઇ થડોદા તથા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીનીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

(11:37 am IST)