સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th July 2019

મોરબીમાં સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા મેગા નિદાન કેમ્પ યોજાયો : ૧૨૫૬ દર્દીઓને લાભ

મોરબી તા.૨૪ : મોરબીમાં સેતુબંધ ફાઉન્ડેશન આયોજિત નિદાન કેમ્પનો ૧૨૫૬ દર્દીઓએ લાભ લીધો.

સેતુબંધ ફાઉન્ડેશના સ્વ. ઉપ પ્રમુખઙ્ગમગનભાઈ સંદ્યાણીની પુણ્ય સ્મૃતિમાં તેમના પરિવારની ઉપસ્થિતિમાં સેતુબંધ ફાઉન્ડેશના દ્વારા સર્વ રોગ નિદાન તથા સારવાર કેમ્પ વિનય વિદ્યા મંદિર પીપળીયા ચાર રસ્તા ચાચાવદરડા ખાતે યોજવામાં આવ્યો હતો.

આ કેમ્પમાંઙ્ગડો.એમ એમ પેથાપરા, ડો. ચિરાગ આદ્રોજા, ડો. મહેન્દ્ર ફેફર, ડો. પ્રફુલ પરેચા, ડો. ચિંતન મહેશ્વરી, ડો. હિતેષ પટેલ, ડો. ધીરેન બી. પટેલ, ડો. ચિરાગ અદ્યારા, ડો. અજય છત્રોલા, ડો. અલ્પેશ ફેફર, ડો. અલ્પેશ રાંકજા, ડો. અર્પણા કૈલા, ડો. નયન પટેલ, ડો. અલ્પેશ વાછાણી, ડો. વિક્કી પેથાપર તેમજ ડો. અચલ સરડવાએ પોતાની સેવા આપી હતી આ ઉપરાંત બહુચર મેડીકલ સ્ટોરમાંથી નંદલાલભાઈ એ કેમ્પના મેડીકલ વિભાગમાં સેવા આપી હતી

આ કેમ્પનું ઉદદ્યાટન મોરબી જીલ્લા કલેકટર આર. જે. માંકડિયા તથા પૂજય શાસ્ત્રી સ્વામી અને પરમ પૂજય પુરાની સ્વામી સંસ્કાર ધામ મોરબીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જયંતિલાલ જે. પટેલ તથા મહેસભાઈ ધોડાસરા અતિથી વશેષ તરીકે હાજર રહ્યા હતા આ તકે સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવા એ સેતુબંધ ફાઉન્ડેશનની વિવિધ સેવાકીય કર્યો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ કેમ્પ કુલ ૧૨૫૬ લોકો એ નિદાન તેમજ દવાનોઙ્ગઙ્ગલાભ લીધેલ હતો. આઙ્ગકેમ્પમાં તરદ્યરી સરપંચ ભાવેશભાઈ સાવરીયા તેમજ તેમની ટીમ દ્વારા ખુબજ મહેનત અને સહયોગ આપેલ હતો મોટાભેલા ના છગન ભાઈ સરડવા તેમજ મોટા દહીસર ના જીવાભાઈ બલસારા અને પદુભા જાડેજાઙ્ગએ પણ ખુબજ સારો સહયોગ આપેલ હતોઙ્ગ મોરબી જીલ્લા ની દ્યણી બધી સ્કુલ ના શિક્ષકો નો પણ ખુબજ સારો સહયોગ મળેલ હતો.ઙ્ગદાતાઙ્ગવસરામભાઈ ચીખલીયા અને જયંતીભાઈ કાસુન્દ્રા અને ભવાનભાઈ વરમોરાનો પણ સહયોગ મળેલ હતો. આ કેમ્પ માટે વિનય વિદ્યા મંદિરના સ્થાપકો તેમજ સ્ટાફનો સારો સહયોગ પ્રાપ્ત થયો હતો.

કેમ્પમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બેચરભાઈ હોથી, જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, મોરબી પાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા, રામજીભાઈ રબારી, રાજુભાઈ કાવર, અમુભાઈ હુંબલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.

(11:31 am IST)