સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th June 2021

પોરબંદરના યુવા અગ્રણી સાગરભાઇ મોદીની શહેર યુવા ભાજપના પ્રમુખપદે વરણી

નાની ઉંમરે મોટી સિદ્ધિ મેળવનાર સાગરભાઇને રઘુવંશી સમાજ સહિત ઠેરઠેરથી આવકાર

(પરેશ પારેખ, સ્મીત પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૪ :  શહેર યુવા ભાજપના પ્રમુખપદે યુવા અગ્રણી સાગરભાઇ મનુભાઇ મોદીની નિમણુંક કરવામાં આવી છે. હાલ ભાજપ મીડિયા સેલના કન્વીનર સાગરભાઇ મોદીને નાની ઉંમરે શહેર યુવા ભાજપમાં સ્થાન મળતા આ મોટી સિદ્ધિને રઘુવંશી સમાજ સહિત ઠેર-ઠેરથી તેમને આવકાર અને અભિનંદન મળી રહેલ છે.

ભાજપના માળખામાં યુવા ચહેરાને સ્થાન આપીને ભાજપ મીડિયા સેલના કન્વીનર સાગરભાઇ મોદીને યુવા ભાજપ પ્રમુખની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ ભાજપ મીડિયા સેલમા સારી કામગીરી કરી પાર્ટીના આગેવાનોને દિલ જીતી જતા મહત્વનું સ્થાન અપાયું છે.

આગામી ર૦ર૦ વિધાનસભા ચૂંટણીને લઇ રઘુવંશી સમાજના યુવા ચહેરાને શહેર યુવા ભાજપામાં સ્થાન મળતા તેમને આવકાર મળી રહેલ છે. તેઓને સાંસદ રમેશભાઇ ધડુક અને ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાના નજીકના વિશ્વાસુ કાર્યકર ગણવામાં આવેછે.

શહેર-ગ્રામ્ય યુવા  ભાજપના નવા હોદ્દેદારો

યુવા ભાજપ હોદ્દેદારોમાં પોરબંદર શહેર પ્રમુખ પદે સાગરભાઇ મોદી અને મહામંત્રી સંદીપભાઇ પાંજરી તેમજ ગ્રામ્ય પ્રમુખ રાણાભાઇ મોઢવાડિયા, મહામંત્રી લખુભાઇ કરાવદરા, રાણાવાવ શહેર પ્રમુખ વનરાજભાઇ ઓડેદરા, મહામંત્રી સુનિલભાઇ ચૌહાણ, ગ્રામ્ય પ્રમુખ નીતિનભાઇ ગોઢાણીયા, મહામંત્રી સંજયભાઇ કેશવાલા, કુતિયાણા શહેર પ્રમુખ જીતભાઇ ઓડેદરા, મહામંત્રી શનિભાઇ થાપલીયા, ગ્રામ્ય પ્રમુખ રામદેભાઇ મોડેદરા, મહામંત્રી અતુલભાઇ મારૂની નિમણુંકો કરવામાં આવી છે.

(1:28 pm IST)