અમરેલી શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે એડવોકેટ સંદીપ પંડ્યાની વરણી
અમરેલી :ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અમરેલી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે એડવોકેટ સંદીપ પંડયાની નિમણુંક કરવામાં આવેલ છે.
આજરોજ જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખશ્રી ડીે.કે. રૈયાણી અને શરદભાઈ ધાનાણીના હસ્તે એડવોકેટ સંદીપ પંડયાને નિમણુંક પત્ર સોંપવામાં આવેલ હતું.
એન.એસ.યુ.આઇ., સેવાદળ અને લોક સરકાર ઇન્ચાર્જ તરીકે શ્રી સંદીપભાઇએ સંુદર કામગીરી કરેલ હતી. પક્ષને વફાદાર અને સનિષ્ઠ એવા સંદીપભાઇ પંડયાની અમરેલી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે વરણી થતા નેતા વિપક્ષ પરેશભાઇ ધાનાણી, ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમર, ધારાસભ્ય અંબરીશભાઇ ડેર, ધારાસભ્ય પ્રતાપભાઇ દુધાત, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડી.કે. રૈયાણી સહિતના અગ્રણીઓએ આ નિમણુંકને આવકારેલ છે.