News of Monday, 24th June 2019
અમરેલીના બાબરાના ધરાઈમાં ધોધમાર વરસાદ : પવન સાથે ગાજવીજ વરસાદ થતા ખેડૂતોમાં ખુશી
દરેડ ગામે પણ ધોધમાર વરસાદ ખાબક્યો:ગરમી અને ઉકળાટમાં લોકોને રાહત
અમરેલીના બાબરાના ધરાઈ ગામે વરસાદ શરૂ થયો હતો..બપોરના ભારે ઉકળાટ બાદ ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો..તાલુકાભરમાં વરસાદી માહોલ છવાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો..તો બીજી તરફ દરેડ ગામે પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો.
(8:32 pm IST)