સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

મોરબી થી હળવદ - ચરાડવા સુધીના પટ્ટામાં મોસમનો પ્રથમ અતિભારે વરસાદ : વાડી ખેતરોમાં પાણી ભરાયા : વાતાવરણમાં ઠંડક

રાજકોટ:::: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે ચોમાસાનો માહોલ થોડા દિવસ માં જામી જશે ત્યારે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી મુજબ આજે સવારથી જ સર્વત્ર વાતાવરણમાં પલટો આવ્યો છે આજે સાંજે મોરબી થી હળવદ સુધી અતિભારે વરસાદ પડ્યો છે ચોમાસાની સિઝનનો પ્રથમ વરસાદ ધોધમાર તૂટી પડતાં વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે આ વરસાદ મોરબી થી હળવદ ઉપરાંત ચરાડવા સુધીના પટ્ટામાં પડ્યો હતો ગાજવીજ સાથે તૂટી પડેલા વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને વાતાવરણ માં ઠંડક પ્રસરી ગઇ હતી

     આ વરસાદ જસદણ, કોટડા સાંગાણી, અમરેલી જિલ્લાના દામનગર સહિતના અનેક વિસ્તારોમાં પડ્યો છે ચોમાસાનો માહોલ જામી જતા ખેડૂતોમાં ખુશી નો માહોલ છવાઈ ગયો છે

(7:14 pm IST)