સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણી સાંજ સુધીમાં જાહેર થશેઃ ૨૧ જુલાઈ આસપાસ મતદાન

રાજકોટથી રાજકીય કાર્યકરો મોટા પ્રમાણમાં પ્રચારમાં જશે

રાજકોટ, તા. ૨૪ :. જૂનાગઢ મહાનગરપાલિકાના ૧૫ વોર્ડની ૬૦ બેઠકો માટે આવતા મહિને ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી પંચ આજે સાંજ સુધીમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર કરે તેવા નિર્દેશ મળે છે. સામાન્ય રીતે ચૂંટણી પંચ રવિવારે મતદાન રાખે છે. હાલનો સમયગાળો અને ચૂંટણી પ્રક્રિયા માટે જરૂરી સમયગાળો જોતા મતદાન ૨૧ જુલાઈએ રવિવારે અથવા તેની એકદમ નજીકના કોઈ દિવસમાં થાય તેવા સંજોગો છે. આધારભૂત વર્તુળો ૨૧ જુલાઈનો નિર્દેશ કરે છે. મતદાનના એક-બે દિવસ પછી પરિણામ જાહેર થતુ હોય છે. જો ૨૧ જુલાઈએ મતદાન થઈ જાય તો ૨૩ જુલાઈ આસપાસ પરિણામ જાહેર થશે.

જૂનાગઢમાં હાલ ભાજપનું શાસન છે. તે જાળવી રાખવા ભાજપે કમર કસી છે. બીજી તરફ શાસન ખૂંચવી લેવા કોંગ્રેસ પ્રયત્નશીલ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી ભાજપ-કોંગ્રેસ બન્ને પક્ષના કાર્યકરો જૂનાગઢ પ્રચારમાં મોટા પ્રમાણમાં જનાર છે.

(4:12 pm IST)