સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

જસદણ જીનીંગની ૧૮ લાખ સહીત ૪ ચોરી કરનાર ભુજના રીઢા તસ્કરને એલસીબીએ ઝડપી લીધો

આટકોટની બે જીનીંગમાં પણ ચોરી કરી'તીઃ તસ્કર ગેંગના અન્ય પ સાગ્રીતોની શોધખોળ

 

તસ્વીરમાં પકડાયેલ તસ્કર (નીચે બેઠેલ) સાથે રૂરલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ એમ.એન.રાણા તથા સ્ટાફ નજરે પડે છે.

રાજકોટ, તા., ૨૪: જસદણના જીનીંગ મીલમાં ૧૮ લાખ સહીત ૪ ચોરી કરનાર ભુજના રીઢા તસ્કરને રૂરલ એલસીબીએ ઝડપી લીધો હતો અને તેના અન્ય સાગ્રીતોની શોધખોળ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ ગત તા.૬-૩-૧૯ના રોજ જસદણ ખાતે સોમનાથ જીન તથા ખુશી જીન નામના કારખાનામાં કોઇ અજાણ્યા ઇસમો રાત્રી દરમિયાન ગે.કા.રીતે પ્રવેશ કરી રોકડ રૂ. ૧૬,પ૦,૦૦૦ તથા ખુશી જીનીંગમાં રાત્રીના વખતે પ્રવેશ કરી રોકડ રૂ. ૧,૬પ,૦૦૦ મળી કુલ રૂ. ૧૮,૧પ,૦૦૦ની કોઇ ઇસમો ચોરી કરી નાસી ગયેલ અંગેનો ગુન્હો જાહેર થયેલ હતો તેમજ તા.૧૭-પ આટકોટ ખાતે રાજકોટ ભાવનગર રોડ હાઇવે પર આવે એમએમજીન તથા રામદેવ કોટન મીલમાં કોઇ અજાણ્યા ઇસમોએ ગે.કા. પ્રવેશ કરી ઓફીસની બારીની ગ્રીલ તોડી પ્રવેશ કરી ઓફીસમાં ટેબલમાં રોકડા રૂ.ા ૧ર.૦૦ની ચોરી કરી લઇ જતા પોલીસમાં ફરીયાદ થઇ હતી.

આ બંન્ને ગુન્હાઓ પ્રથમથી જ વણશોધાયેલ હોય જે ગુનાની ગંભીરતા ધ્યાને લઇ રુરલ એસપી બલરામ મીના દ્વારા સ્થળ વિઝીટ કરી સદરહું બન્ને ગુન્હાઓ એક જ સરખી મોડસ ઓપરેન્ડીથી થયેલ હોય જે ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ. રૂરલ એલસીબીના પીઆઇ મહેન્દ્રસિંહ રાણા તથા પીએસઆઇ હકુમતસિંહ જાડેજા હકીકત મળેલ કે આટકોટ જીનીંગમાં થયેલ ચોરી સનાઉલા સીદીક ધ્રોબાણા તા.ભુજ, જી. કચ્છવાળો સંડોવાયેલ છે હકીકતના આધારે ભુજ તપાસ જઇ આરોપી સનાઉલા સીદીક સમારહે ધ્રોબ્રાણાવાળાને રાજકોટ લાવી પુછપરછ કરતા આટકોટ ખાતે આવેલ જીનીંગમાં ગઇ તા. ૧૮-૩-ર૦૧૯ના રાતના સમયે સ્કોર્પીયો ગાડીમાં આવી ચોરી કરેલની હકીકત જણાવેલ છે. જયારે જસદણ તરફ બે અલગ-અલગ જીનીંગમાંથી અઢાર લાખ રૂપીયાની ચોરી કરેલાની હકીકત જણાવતા આરોપી સનાઉલા સીદીક ધ્રોબ્રાણા તા. ભુજને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

ચોરીમાં અનઉલા સાથે તેના સાગ્રીતો (૧) રશીદ જુસબ સમા રહે. નાના બંધા તા.ભુજ(જુનાગઢ જેલમાં) (ર) મલુક સીદીક સમા રહે. નાના દીનારા તા.ભુજ (૩) જકરીયા રમજાન સમા રહે. નાના દીનારા તા. ભુજ (જુનાગઢ જેલમાં) (૪) મમાંદ ઇસમાઇલ સમા રહે. ધ્રોબ્રાણા તા.ભુજ તથા(પ) બિલાલ સાદક સમા રહે. નાના દીનારા તા.ભુજ હોવાનું ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

પકડાયેલ સનાઉલા સામે અગાઉ જુનાગઢ તા.પો.સ્ટે.માં આઇપીસી કલમ ૪પ૭, ૩૮૦ મુજબના ગુન્હા નોંધ્યા છે તેમજ બીજા અન્ય ગુન્હામાં સંડોવાયેલ હતો.

આ કામગીરીમાં મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, બ્રિજરાજસિંહ જાડેજા, દિવ્યેશભાઇ સુવા, મયુરસિંહ જાડેજા, ભાવેશભાઇ મકવાણા તથા અમુભાઇ વિડરા સહીતના જોડાયા હતા

(3:59 pm IST)