સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

ચાલુ કોર્ટે કાર્યવાહી વેળાએ ટંકારા પોલીસના હાથમાંથી આરોપી ભાગ્યો : યુવાનોએ પકડી પોલીસને હવાલે કર્યો

બાબુ નામનો આરોપી ભાગીને દિવાલ કુદીને જિમખાનાના મેદાનમાં પ્રવેશી ગયો

ટંકારા, તા. ર૪ : પોલીસના એક ચોરીના ગુનામાં રહેલ ચાર જેટલા આરોપીના રીમાન્ડ પૂર્ણ થતાં ટંકારા પોલીસના હસુભાઇ પરમાર અને વિનુભાઇ નામના જમાદાર કોર્ટમાં આરોપીને રજૂ કરવા આવ્યા હતાં. રવિવાર હોય જજના બંગલે આરોપીને લઇ જવામાં આવ્યા હતાં. જયાં એક બાબુ નામનો આરોપી હસુ પરમારના હાથમાંથી નાસી છૂટયો હતો અને લાલબાગમાં થઇને જીમખાનાની દિવાલ કુદીને જીમખાનાના મેદાનમાં પ્રવેશી ગયો હતો.

જીમખાનાની બીજી દિવાલ જે થોડી પ્રમાણમાં ઉંચી છે તે પોતાના ભારે શરીરના કારણે ના ઓળંગી શકતા બાબુ નામના આરોપી પાછળ દોડ લગાવેલ. સ્થાનિક યુવાનોએ બાબુને ઝડપી લીધો હતો. દરમિયાન બાબુ પાછળ દોડ લગાવનાર જમાદાર હસુભાઇ પરમાર પહોંચી જતા આરોપી તેના હવાલે કરવામાં આવ્યો હતો.

જેવો જ આરોપી હાથ લાગ્યો હતો કે હસુભાઇ પરમાર અને એક જમાદાર સિંહ થઇ ગયા હતાં અને વધુ આરોપીને સ્થળ ઉપર જ માર મારવા લાગ્યા હતાં અને પોતાની બહાદુરી બતાવવા લાગ્યા હતા.

(3:57 pm IST)