સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

કાલે જામનગરમાં ભાજપ દ્વારા કટોકટી દિન નિમિતે જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં સંમેલન

પૂર્વ ગૃહમંત્રી રજનીભાઇ પટેલ સહિતના ઉપસ્થિત રહેશે

જામનગર તા.ર૪ :ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ તેમજ પક્ષના આગામી કાર્યક્રમો અંગેની મહત્વની બેઠક કાલ તા.રપના અટલ ભવન ખાતે બપોરે ૩.૩૦ કલાકે રાજયના પુર્વ ગૃહમંત્રી અને સંગઠન પર્વના પ્રદેશ સહ ઇન્ચાર્જ રજનીભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ જિલ્લા ભાજપ અધ્યક્ષ ચંદ્રેશભાઇ પટેલ અધ્યક્ષસ્થાને તથા જિલ્લાના આગેવાનોની ઉપસ્થિતીમાં યોજાનાર છે.

આ બેઠકમાં પ્દરેશના આગેવાનો, સંસદ સભ્ય, ધારાસભ્ય, પુર્વ ધારાસભ્ય, જિલ્લાના હોદેદારો, મંડલના પ્રમુખ - મહામંત્રી, જિલ્લા તથા મંડળના સંગઠન પર્વના ઇન્ચાર્જ તથા સહ ઇન્ચાર્જ, તાલુકા પંચાયત તથા નગરપાલીકાના પ્રમુખ, ઉપ્રમુખ કારોબારી, ચેરમેન અથવા વિપક્ષના નેતા, જિલ્લા પંચાયતના સભ્યો, મંડલ મોરચાના પ્રમુખો, જિલ્લા મોરચાના પ્રમુખ મહામંત્રીઓ, જિલ્લા તથા મંડળની આઇ.ટી ટીમના સભ્યોને ઉપસ્થિત રહેવા જિલ્લા સંગઠન દ્વારા જણાવાયેલ છે.

સાંજે પ કલાકે ઓશવાળ સેન્ટરના એ.સી. હોલ ખાતે કટોકટી દિન તેમજ તા.ર૩ના ડો.શ્યામાપ્રસાદ મુર્ખજી બલિદાન દિન નિમિતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં  શહેર અને જિલ્લાનું સંયુકત સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે. આ સંમેલનમાં ભારતય જનતા પાર્ટીના બુથના કાર્યકરથી માંડી ચુટાયેલ તેમજ સંગઠન પાંખના પદાધિકારીઓ ઉપસ્થિત રહે તે માટેની સુચના પણ આપવામાં આવેલ છે.

લોકસભાની ચુંટણીમાં ભાજપે ગુરજાત તમામ બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યા બાદ પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં આ સંમેલન યોજાવાથી કાર્યકરોમાં ઉત્સાહનું વાતાવરણ છે.

(3:51 pm IST)