સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

જામનગરમાં વ્યાજખોરે અપહરણ કરીને મારામારીને રૂ.૧.પ૦ લાખ લુંટી લીધા

જામનગર તા.ર૪ : અહીં સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અજયભાઇ રાજુભાઇ વાપલીયાએ ફરીયાદ નોંધાવી છે કે તા.ર૩-૬-૧૯ના રણજીતસાગર રોડ, મારૂ કંસારા હોલની પાસે આ કામના ફરીયાદી અજયભાઇનો મિત્ર જયેશભાઇ લોહાણાને પૈસાની જરૂરત થતા ફરીયાદી અજયભાઇએ આક ામના આરોપી જીતુભાઇ માવજીભાઇ કવડા પાસેથી જામીન પડી રૂ.૪૦,૦૦૦ અપાવેલ જે પૈકી કિંમત રૂ.૧પ૦૦૦ આપવાના બાકી  હોય તે જયેશભાઇને આપવામાં મોડુ થતા ફરીયાદી અજયભાઇ તેના જામીન હોય તેનો ખાર રાખી ફરીયાદી અજયભાઇ રીક્ષા લઇને જતો ત્યાં આ કામના આરોપી જીતુભાઇ તથા બીજા એક આરોપીઓ ભાવેશ ટપુભાઇ ગુજરીયા, ગોપાલભાઇ ટપુભાઇ ગુજરીયા તથા બીજા અજાણ્યા ચાર ઇસમો સાથે આવી ફરીયાદી અજયભાઇને રોકી આ કામના આરોપી જીતુભાઇએ ફરીયાદી અજયભાઇને  નાક પર બટકુ ભરી ફોન કરી એક ભાઇ પાસે રસ્સી મંગાવી ફરીયાદી અજયભાઇના હાથ પગ અને તેમના લતામાં લઇ જઇ ફરીયાદી અજયભાઇની રિક્ષા કિંમત રૂ.૧,પ૦,૦૦૦ તથાચ રોકડ રૂ.૩૦૦૦  તથા મોબઇાલ ફોન કિંમત રૂ.૪૦૦૦ મળી કુલ ૧પ૭૦૦૦ની લુટ કરી ફરીયાદી અજયભાઇનું અપહરણ કરી ગોરધનપર ગામના ગૌચરમાં લઇ જઇ ગોંધી રાખી ત્યાં બીજા આ કામના અજાણ્યા ચાર આરોપી અવી મળી કુલ સાત આરોપીઓએ ફરીયાદી અજયભાઇને લાકડાનો ધોકો, લોખંડની પટી, લાકડી વડે માર મારી એક બીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

રાવલસર ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા

જામનગર : સિકકા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. સી.ટી. પરમારએ ફરીયાદ નોંધાવી છે કે તા.ર૩-૬-૧૯ના રાવલસર ગામમાં આવેલ જૈન દેરાસરના મંદિરના પાછળના ભાગે આ કામના આરોપીઓ અજુભાઇ ભુરાભાઇ ટારીયા, લાલાભાઇ સીંધાભાઇ ટારીયા, બશીરભાઇ અબાસભાઇ પતાણી, રે. રાવલર ગામવાળા જાહેરમાં તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી રેઇડ દરમિયાન રોકડા રૂ.૧૧૮૯૦ તથા મોબાઇલ નંગ ૩ કિંમત રૂ.૬૦૦૦ મળી કુલ ૧૭૮૯૦ના મુદામાલ સાથે ઝડપાઇ ગયેલ છે.

ઇગ્લીશ દારૂની બોટલ સાથે ઝડપાયો

અહીં સીટી સી પોલીસ સ્ટેશનમાં અના. લોકરક્ષકના કોન્સ. ચંદ્રેશકુમાર નાગરભાઇ પરમારએ ફરીયાદ નોંધાવી છે કે તા.ર૩-૬-ર૦૧૯ના આ કામના આરોપી રાજુભાઇ ભીખુભાઇ સિગરખીયા, રે.જામનગરવાળો પોતાના કબજા ભોગવટના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર વિદેશી  પીવાનો દારૂ બોટલ નંગ-૧, કંપની શીલ બંધ ૭પ૦ મીલી કિંમત રૂ.૪૦૦નો રાખી રેઇડ દરમિયાન ઝડપાઇ ગયેલ છે.

એટીએમ કાર્ડ મારફત રૂપિયા ઉપાડી લીધા

અહી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોહીલભાઇ રફીકભાઇ દરજાદાએ ફરીયાદી નોંધાવી છે કે તા.૬-૬-૧૯ના  દિ. પ્લોટ એસબીઆઇ એટીએમ પાસે આકામના આરોપી કોઇ અજાણ્યા ઇસમે ફરીયાદી સોહિલના એકાઉન્ટ નં.ર૦૩૯૮૦૫૫૪૨૪ સેવીંગ ખાતુ એસબીઆઇમાંથી કોઇપણ પ્રકારે ફરીયાદી સોહિલભાઇના એટીએમ કાર્ડની માહિતી મેળવી અલગ અલગ ત્રણ ટ્રાન્જેકશનથી કુલ રૂ.૪૦,૪૦૦ ફરીયાદી સોહિલની જાણ બહાર છેતરપીડીથી સોહિલના બેન્ક એકાઉન્ટમાંથી ઉપાડી લઇ ગુનો કરેલ છે.

મોબાઇલ ચોરી થયાની રાવ

જામનગર : અહી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સિધ્ધરાજસિંહ સતુભા ચુડાસમાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૩-૬-૧૯ના એસટી ડેપોએ આ કામના ફરીયાદી સિધ્ધરાજસિંહના પેનટના ખિસ્સામાં રાખેલ એકાવન પ્લસ સેવન નામની કંપનીનો ૬ જી.બી. રેમ વાળો મોબાઇલ જેમીરી કલરનો કિંમત રૂ.૩૦,૦૦૦નો આ કામના આરોપીઓ કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ છે.

(3:51 pm IST)