સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

જુનાગઢમાં આહિર સમાજ દ્વારા જવાહરભાઇ ચાવડા અને પુનમબેન માડમનું સન્માન

સમાજનું માથુ ઉચુ રહે તેવા કામો કરતો રહીશઃ જવાહરભાઇ ચાવડા : શિક્ષણએ સમાજના પાયાની આવશ્યકતા છે કન્યા કેળવણી પર ધ્યાન આપવુ જરૂરી : પુનમબેન માડમ

(વિનુ જોશી દ્વારા) જુનેાગઢ તા.ર૪ : શ્રી આહીર સમાજ જુનાગઢ શહેર અને જિલ્લા કૃષિ યુનિવર્સિટી દ્વારા આયોજીત  સભાગૃહમાં આહિર સમાજનું ગૌરવ વધારનાર કેબીનેટ મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડા અને જામનગરના સાંસદ પુનમબેન માડમનો સન્માન સમારોહ ગઇકાલે યોજાયો હતો.

આ સન્માનના પ્રત્યુતરમાં જવાહરભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે અમારી સંસ્કૃતિ છે સેવાના પ્રકલ્પો કરવા તે અમને જીવનમાં કાયમી મળેલા છે. સતત લોકોના કામ કરતો રહેશું સાથો સાથ સમાજને ખાત્રી આપુ છુ કે એવું કામ નહી કરીએ કે જેથી સમાજને નીચુ જોવુ પડુ સમાજનું માથુ  ફર્ક સાથે ઉચુ રહે તેવા કામ કરતો રહીશ.

પુનમબેન માડમે જણાવ્યું હતું કે જયારે મારો સમાજ સન્માન કરે ત્યારે વધુ બળ મળે છે. સમાજમાં શિક્ષણની વાત પર ભાર મુકતા કહયું કે શિક્ષણએ પાયાની આવશ્યકતા છે. આપણે કનયા કેળવણી પર વિશેષ ધ્યાન આપીએ તે જરૂરી છે. પરંતુ સાથે સાથ સમાજના દિરાઓને પણ ગ્રેજયુએટ કરવા અત્યંત જરૂરી છે. સંસદમાં ગયા પછી સર્વે સમાજના વિકાસ માટે કામ કરીશ.

આ સન્માન સમારોહમાં મુળુભાઇ બેરા નાગદાનભાઇડાંગર રાજશીભાઇ જોટવા, દેવાણંદભાઇ સોલંકી, વી.એમ.કનારા, લાભુભાઇ ખીમાણીયા, રામશીભાઇ ભેટારીયા, રાજશીભાઇ આંબલીયા સહિતના આહિર સમાજના અગ્રણીઓ જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા અને હકડેઠઠ મેદનીમાં આ સન્માન સમારોહ સંપન્ન થયો હતો.

ઉપરોકત તસ્વીર શિલ્ડ મોમેન્ટો અને પુષ્પગુચ્છ અર્પણ કરી જવાહરભાઇ ચાવડા અને પુનમબેન માડમનું સન્માન કરતા આહિર સમાજના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : મુકેશ  વાઘેલા - જુનાગઢ)

(3:50 pm IST)