સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

સુરેન્દ્રનગરના મુસ્લિમ પરિવારના એકના એક યુવાન ટ્રેન નીચે આવી જતા મોતને ભેટયો

વઢવાણ તા.ર૪ : સુરેન્દ્રનગર શહેરના  અને થોડાજ સમજથી અમદાવાદ ફતેવાડી વિસ્તારમાં રોજી રોટી રળવા માટે ગયેલા મુસ્લિમ પરિવારના એકના એક  પુત્ર અજમેર દરગાહ ખાતે ૧૭મીના રોજ  દર્શન માટે ગયેેલ ત્યારે કેનમાં આવી જતા અજમેર  સ્ટેશન ઉપર  જ યુવાનનું મોત નીપજયાનો ઘટના બનવા પામેલ હતી.

સુરેન્દ્રનગર શહેરના કેરી બજાર વિસ્તારમં વરસો સુધી રહેલા અને થોડા જ સમય પહેલા અમદાવાદ રોજી રોટી રળવા માટે ગયેલા પરવેઝનભાઇ અલાઉદીનભાઇ બેલીમના પુત્ર રીઝવાન પરવેઝભાઇ બેલીમ ઉ.વ.ર૪ વાળા મિત્રો સાથે અજમેર તા.૧૭મીના રોજ દર્શન માટે ગયેલ. ત્યારે અજમેર ખાતે દર્શન કરી પરત ફરતા સમયે ટ્રેનમાં પાટામાં પડયા હતા. ત્યારે રીઝવાનભાઇ બેલીમનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજેલ હતુ. ત્યારબાદ અજમેર રેલવે પોલીસે  લાશનો કબ્જો સંંભાળી પરિવારને જાણ કરી આપવામાં આવતા પરિવાર ઉપર વ્રજઘાત સર્જાયો હતો.

ત્યારે રીઝવાન બેલીમના પરિવારમાં અગાઉ માતાનું અવસાન થયેલ ત્યારે રિઝવાન બેલીમ પરિવારમાં એકના એક જ પુત્ર હતો રિઝવાનનું અવસાન થતા પરિવારમાં બે બહેનો ભાઇની છત્રછાયા ગુમાવી પડી છે ત્યારે પિતા પરવેઝભાઇ બેલીમને પુત્ર ગુમાવતા ભારે શોકનો માહોલ છવાઇ જવા પામ્યો છે.

ત્યારે રિઝવાન પરવેઝભાઇ બેલીમના મૃતદેહને સુરેન્દ્રનગર જુના જંકશન વિસ્તારમાં આવેલ નુરે મહમદ સોસાયટી ખાતેના બ્લોક નં.૩૪ ખાતે નજીરભાઇ બેલીમના નિવાસસ્થાન વતન ખાતે લાવવામાં આવ્યો છે.

ત્યારે સવારના ૧૦ કલાકે રિઝવાન બેલીમની જનાજાયાત્રા નીકળેલ ત્યારે મુસલીમ સમાજના  અનેક લોકો જનાજા યાત્રામાં જોડાયા હતા. ત્યારે પરવેઝભાઇ  બેલીમના પુત્ર રીઝવાનના અચાનક આ રીતે મોત નીપજયાના ઘટનામાં પરિવાર અને મુસ્લીમ સમાજમાં શોકનો માહોલ છવાઇ જવા પામેલ છે.

(3:49 pm IST)