સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

જેતપુરમાં ૯ ચોરાઉ મોબાઇલ સાથે રીઢા તસ્કરને એલસીબીએ ઝડપી લીધો હતો

તસ્વીરમાં પકડાયેલ રીઢો તસ્કર કબજે કરાયેલ મોબાઇલ તથા કાર નજરે પડે છે. (તસ્વીર કેતન ઓઝા જેતપુર)

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા ૨૪ : મેતપુરમાં૯ મોબાઇલ સાથે નીકળેલ રીઢા તસ્કરને રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો.

પોલીસ અધિક્ષક બલરામ મીણા એ વણશોધાયેલ મીલ્કત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા અંગે સુચનાઓ આપેલ હતી, જે અન્વયે એલ.સી.બી.ના પોલીસ સબ ઇનસ. એમ.એન. રાણા, પો.સબ.ઇન્સ. એચ.એ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પો. હેડ કોન્સ. અનાીલભાઇ ગુજરાતી, પો.કોન્સ. દિવ્યેશભાઇ સુવા, તથા ભીખુભાઇ ગોહેલ જેતપુર શહેરમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હકીકત મળેલ કે ટાટા ઇન્ડીંગો નં. જીજે-૦૬-ઇકયુ-૮૯૦૬ વાળીમાં અગાઉ ઘરફોડીચોરીમાં પકડાયેલ ધર્મેશ ઉર્ફે ધમોભાઇ સન/ઓફ બાવનજીભાઇ બાવકીભાઇ મકવાણા જાતે દે.પુ. ઉ.વ.૨૦, રહે. મુે આરબ ટીંબડી, તા. જેતપુરવાળો ચોરાયેલ મુદામાલ લઇ નીકળનાર છે તેને રોકી ચેક કરતા જુદી જુદી કંપનીના ૯ એન્ડ્રોઇડ મોબાઇલ કિ. રૂા ૫૦,૦૦૦/- તથા એક ટાટા ઇન્ડીંયો કંપનીની કાર કિ.રૂા ૫૦૦૦૦/- સાથે કુલ મુદામાલ કિ. રૂ.૧,૦૦,૦૦૦/ સાથે પકડી પાડેલ.

મજકુર ઇસમની પુછપરછ કરતા તેને ૧૦ દિવસમાં જેતપુર નવાગઢ, સામાકાંઠાવિસ્તારમાંથી અલગ અલગ કારખાનામાંથી મોબાઇલ તથા રોકડા રૂપીયાની ચોરી કબુલ કરેલની કબુલાત આપતા સીઆરપીસી કલમ ૪૧(૧)૦, ૧૦૨ મુજબ મુદામાલ કબજે કરી જેતપુર સીટી. પો.સ્ટે. આગળની કાર્યવાહી કરવા સોંપી આપેલ છે.

(3:36 pm IST)