સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

માલવણ લકઝરી-ટેમ્પો વચ્ચે અકસ્માતમાં એકનું મોતઃ ૧૬ મુસાફરોને ઇજા

વઢવાણ, તા.૨૪: સંતરામપુરથી સંતરોડ તરફ જવાના રસ્તે ઉબેર ટેકરાથી માંડલી મહુડી વચ્ચે હાઈવે પર પાસે મુખ્ય રસ્તા પર સંતરોડ તરફ જતી આઈસર ટ્રક અને સંતરોડ તરફ થી સંતરામપુર તરફ આવતી પ્રિન્સ નામની મીની લકઝરી બસમાં મુસાફરો ભરી જઈ રહી હતી. તે પ્રિન્સ મીનીબસ આઈસર ટેમ્પો ટ્રક જોડે ધડાકા ભેર અથડાતા ૧૬ મુસાફરોને મોટા પ્રમાણમાં ઇજાઓ થયેલ અને આ અકસ્માતની ઘટનાથી ગામ જનો દ્યટના સ્થળે દોડી આવ્યા અને મીની બસ નાં ઈજાગ્રસ્ત મુસાફરો ને બહાર કાઢેલ જેમાં એક અજાણી મહિલાનું દ્યટના સ્થળે મોત નીપજેલ હતું.

શનિવારે બપોરે બનેલ અને ગ્રામજનોમાંથી ૧૦૮દ્ગચ ફોન કરી મદદ માંગેલ તેમ છતાં તવરિત સેવા ૧૦૮ની ઇજાગ્રસ્તો ને સવલત પ્રાપ્ત થઇ શકેલ નહિ અને એક છોટા ટેમ્પા માં કેટલાક ઈજાગ્રસ્તો ને સંતરામપુર સરકારી હોસ્પીટલ માં સારવાર અર્થે મોકલેલ અને અડધો કલાક બાદ ૧૦૮ આવતા બીજા ઈજાગ્રસ્તો ને તેમાં રવાના કરેલ ને કેટલાક ને ખાનગી વાહન માં લઇ જવા પડેલા. મિની લકઝરી બસ અને આઈસર ટેમ્પો નાં ડ્રાઈવર અકસ્માત માં ગાડીમાં ફસાઈ ગયેલ જેમને ઉપસ્થિત ગામજનોએ તેમની આવડાથી ભારે મહેનત બાદ બહાર કાઢેલ હતા અને બન્ને ને ગંભીર ઇજા થયેલ હતી.આ ગંભીર ગમખ્વાર અકસ્માત માં ઇજા પામેલ ૧૬ જેટલી વ્યકિતઓને સંતરામપુર સરકારી દવાખાને સારવાર અર્થે લવાયેલ અને લકજરીબસનાં અને આઈસર ટેમ્પાનાં ડ્રાઈવરને સંતરામપુર સરકારી દવાખાને લવાયેલ. જે પૈકી ૬ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારસાર બાદ ગોધરા રીફર કરાયેલા હતા.

સંતરામપુર તાલુકામાં ખાનગી મુસાફરોની હેરાફેરી કરતા વાહનોમાં મુસાફરોની સલામતી હોતી નથી. ગેરકાયદેસર રીતે મુસાફરોની ખાનગી વાહોનોમાં હેરાફેરી કરતા દેખાય છે તેમ છતાં પોલીસ અને આરટીઓ આખા આડા કાન કરતા હોય છ. પોલીસ ને આર.ટી.ઓનાં તંત્ર દ્વારા રોડ સેફ્ટી અને ટ્રાફિક સેફ્ટીઓનાં સપ્તાહોની ઉજવણી કરાય છે પરંતુ તે માત્ર સપ્તાહ સુધીની જ થઇ જવા પામી છે અને ગેરકાયદેસર મુસાફરોની હેરાફેરી કરતા ખાનગી વાહનો સામે કોઈ જ કામગીરી થતી નથી. ગમખ્વાર અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે મોત નીપજેલ અને ૧૬ જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ થવા પામેલ છે.

(3:34 pm IST)