સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

મકાન લીધા બાદ પૈસાની વ્યવસ્થા ન થતાં બાબરામાં બાલુએ ઝેર પીધું

રાજકોટ તા. ૨૪: બાબરામાં હવેલી શેરીમાં રહેતો બાલુ અરવિંદભાઇ પરમાર (ઉ.૧૮) નામનો લુહાર યુવાન ઝેરી પાવડર પી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ જરૂરી કાર્યવાહી કરી બાબરા જાણ કરી હતી.

બાલુ બે ભાઇમાં નાનો છે અને હોટેલમાં નોકરી કરે છે. થોડા મહિના પહેલા તેણે સાડા પાંચ લાખમાં મકાન લીધું હતું. હાલમાં પૈસાની ખેંચ ઉભી થતાં હપ્તા ન ભરી શકતાં ટેન્શનમાં આ પગલું ભર્યાનું તેના પરિવારજનોએ કહ્યું હતું.

(12:13 pm IST)