સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

ગારીયાધાર એમ.ડી.હાઇસ્કુલમાં યોગ દિનની ઉજવણી

વિદ્યાર્થીઓ,શિક્ષકો અને અધિકારીઓ હાજર રહી યોગાસનોમાં જોડાયા

ગારીયાધાર તા.૨૪ : ગારીયાધાર એમ.ડી.પટેલ હાઇસ્કુલ ખાતે વિશ્વ યોગ દિન નિમિતે ન.પા. આયોજીત યોગદિનની ઉજવણી કરાઇ હતી.

આ યોગ દિનની ઉજવણીમાં ન.પા. ચીફ ઓફીસર વઘાસિયા, આચાર્ય એન.એસ.સદાતીયા, કર્મચારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ યોગા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. જેમાં પીટીના શિક્ષક દ્વારા તમામ હાજર લોકોને યોગાસનો કરાવીને યોગદિનની ઉજવણી કરાઇ હતી.

જયારે કે.વી.સ્કુલ ખાતે પણ મામલતદાર કચેરી દ્વારા યોગદિનની ઉજવણી કરાઇ હતી. જેમાં પણ વિદ્યાર્થીઓ સાથે શહેરીજનો જોડાયા હતા

(12:12 pm IST)