સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

ભાવનગર : સર્વોતમ ડેરીમાં યોગ સાધના કરાઇ

ભાવનગર :  વિશ્વ યોગ દિવસ નિમીતે ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્ત્પાદક સંઘ લિ. (સર્વોતમ ડેરી) ના સંકુલમાં યોગ દવસ કાર્યક્રમમાં સર્વોતમ ડેરીના પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ ડેરીના કર્મચારીઓ વિશાળ સંખ્યામાં હાજર રહેલ. સુર્ય નમસ્કારથી શરૂ કરી યોગની અલગ અલગ કસરતો તેમજ વિવિધ પ્રકારના યોગાસનો તેમજ પ્રાણાયમ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ભાવનગરના સુનિલભાઇ પટેલ, યોગ શિક્ષકે જીણવટભર્યુ તેમજ સરળ શૈલીમાં માર્ગદર્શન આપેલ. ડેરીના ચેરમેન મહેન્દ્રભાઇ પનોત દ્વારા વિશ્વ યોગ દિવસ નિમીતે દરેકને યોગા કરવા બદલ શુભેચ્છા પાઠવેલ, તેમજ યોગ કરવાથી આપણું તન,મન, તેમજ સ્વાસ્થય સારૂ રહે છે. યોગ એ ભારતીય સંસ્કૃતિએ આપેલી અમૂલ્યભેટ છે અને ભારત દેશે સંપૂર્ણ વિશ્વને આપેલી દેન છે, તો આપણે આ સંસ્કૃતિના ભાગ રૂપે દૈનિક સ્વરૂપે યોગ કરવો જોઇએ. આજરીતે આજથી જ હરહંમેશ માટે યોગ કરવાની આદત પાડવાની સમજ અને સલાહ આપી હતી. મેનેજીંગ ડિરેકટર એચ.આર.જોષીએ જણાવેલ કે, બદલાયેલી જીવનશૈલીમાં યોગને જીવનનો એક ભાગ બનાવવાથી નિરોગી જીવન જીવી શકાય , આ માટે તેની કાયમી પ્રેકટીસ કરવી જોઇએ. (તસ્વીરમાં યોગમાં જોડાયેલ ડેરીના કર્મચારીઓ નજરે પેડે છે ) (તસ્વીર વિપુલ હીરાણી

(12:11 pm IST)