સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

બગસરા : જૂની હળીયાદ ગામે ગૌશાળા નિર્માણ પ્રારંભ

બગસરા : બગસરાના જુની હળિયાદ ખાતે એક ગૌશાળાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ૨૫ લાખના ખર્ચે તૈયાર થનારી આ ગૌશાળા નું કાર્ય દાતાઓના સહયોગથી આરંભી દેવામાં આવ્યું છે. વિગત અનુસાર બગસરાના જુની હળિયાદ ગામે વતન માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે સ્વ. શેઠ શ્રી વૃજલાલ મોહનલાલ ખીમાણી ના સ્મરણાર્થે દામોદરદાસ વ્રજલાલ ખીમાણી દ્વારા જય રણછોડરાય ગૌશાળાનું નિર્માણકાર્ય શરૂ થયેલ છે. આ ગૌશાળા નિર્માણની પહેલ પર સુરતમાં વસતા વતનીઓ દ્વારા અનેરી દાનની સરવાણી વહી છે. જેને કારણે હાલ ૨૫ લાખ જેટલી રકમ દાનમાં મળતા ગૌશાળા નું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. જુની હળિયાદ ના પ્રવીણભાઈ રફાળીયા, સુરતના બ્રિજેશભાઈ ઠક્કર, વિનુભાઈ વિરડીયા ,રમેશભાઈઙ્ગ વસ્તાની, સુરેશભાઈ રાદડિયા, અતુલભાઇ રફાળીયા, વિપુલભાઇ રફાળીયા સહિતના સદસ્યો દ્વારા આ સમગ્ર કામગીરી પર દેખરેખ રાખવામાં આવી રહી છે. આ સમગ્ર કાર્યમાં દામભાઈ હળીયાદવાળા નો અનેરો સહયોગ પ્રાપ્ત થયો છે.(તસ્વીર : દર્શન ઠાકર)સલાયા), સંજીવ જૈન (ટાટા કેમીકલ લી. મીઠાપુર) ખાસ હાજરી આપી હતી અને પ્રદુષણ પ્રતિક્રિયા પર પોતાનું વકતવ્ય આપ્યુ હતું અને તમામ સંસ્થાઓ દ્વારા પ્રદુષણને રોકવા માટે વિચાર વિમર્શ કર્યો હતો. તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ ભરત બારાઈ)

(12:09 pm IST)