સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

મોરબીમાં ૧૫ વર્ષની હર્ષાએ ફાંસો ખાધોઃ પરિવારજનોએ જીવ બચાવ્યો

કોળી સગીરાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી

રાજકોટ તા. ૨૪: મોરબીના લખધીરપુરમાં રહેતી હર્ષા પ્રેમજીભાઇ પરસોડા (ઉ.૧૫) નામની કોળી સગીરાએ ઘરમાં લોખંડના એંગલમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં ઘરના લોકો જોઇ જતાં જીવ બચી ગયો હતો. હર્ષાને મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

તેણી બે ભાઇ અને પાંચ બહેનમાં નાની છે. પિતા પ્રેમજીભાઇ છુટક મજૂરી કરે છે. હર્ષા બેભાન હોઇ તેણે આ પગલુ શા માટે ભર્યુ? તે બહાર આવ્યું નથી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી પોલીસને જાણ કરી હતી.

શાપરમાં નવોઢા અંજલી બોરીચાએ ઝેર પીધું

શાપર વેરાવળમાં ભૂમિ ગેઇટ અંદર રહેતી અંજલી સંજય બોરીચા (ઉ.૨૬)એ ઝેર પી લેતાં રાજકોટ ખસેડાઇ હતી. તેણીના લગ્ન ત્રણ માસ પહેલા જ થયા છે. શાપર પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:09 pm IST)