સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

સુરેન્દ્રનગર ટાવર રોડ પર પીવાના પાણીનો બગાડ

વઢવાણ : સુરેન્દ્રનગરમાં નવી પાઈપલાઈન જોડાણમાં પાણીનો બગાડ થઈ રહ્યો છે. ત્યારે પાલિકા તંત્રના સત્ત્।ાધીશો જે વિસ્તારમાં પાણી વિતરણ થાય તે વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરે તો કિમતી પાણીનો બગાડ થતો બચાવી શકાય તેમ હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીની હાલ ખૂબ વિકટ પરિસ્થિતિ સર્જયી છે.ત્યારે સુરેન્દ્રનગર નગરપાલિકા ની બેદરકારી ના કારણે રોજ બરોજ અનેક અલગ અલગ સ્થળો એ પાણીનો બગાડ થતો જોવા મળી રહ્યો છે.ત્યારે આજે સવારે સુરેન્દ્રનગર જિલ્લા માં નવી નાખવા માં આવેલી પાણી ની લાઇન માં છાસ વારે પાણી આપવા માં આવતા પાણી નો ખોટો બગાડ થઈ રહ્યો છે. જેના કારણે હજારો લીટર પાણી નો ખોટો વેડફાટ થયો હતો.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના ગ્રામ્ય વિસાતર મા પીવા ના પાણી માટે લોકો ને વલખા મારવા પડે છે.અને બીજી બાજુ ટેસ્ટિંગ ના કારણે હજારો લીટર પાણી ગટર માં વહી જાય ત્યારે પાણી નો લાઇનો અને ટેસ્ટિંગ માટે રોજ નું હાજરો લીટર પાણી વેડફાટ થતા લોકો માં રોસ ફેલાયો છે. તસ્વીરમાં રસ્તા પર ફેલાયેલ પાણી નજરે પડે છે.

(12:08 pm IST)