સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

મોરબી સશકત મહિલા મંડળ દ્વારા સફાઇ અભિયાન

 મોરબીઃ રિલાયન્સનગર વિસ્તારની રહેવાસી મહિલાઓએ સશકત મહિલા મંડળ નામે સંસ્થા શરૂ કરી છે જે સંસ્થામાં ૧૦૦ જેટલી મહિલાઓ જોડાઇ છે અને દર શુક્રવારે સફાઇ અભિયાન ચલાવવાનું નકકી કરવામાં આવ્યું છે જે અંતર્ગત મહિલાઓ દ્વારા પોતાના વિસ્તારથી જ સફાઇ અભિયાનનો ઉત્સાહભેર પ્રારંભ કર્યો હતો શહેરના રવાપર રોડ પર મહિલાઓએ સફાઇ કરી હતી અને દર સપ્તાહે એક દિવસ કલાક જેટલો સમય ફાળવીને સફાઇ અભિયાન ચલાવવા સંકલ્પ લીધો છે અગાઉ મોરબીના તબીબોએ કરેલી પહેલ બાદ અનેક લોકો સફાઇ અભિયાનમાં જોડાયા છે તો હવે મોરબીમાં નારી શકિતએ પણ ઝાડું ઉઠાવીને સફાઇ અંગે જાગૃતતા લાવવા આવકારદાયક પહેલ કરી છે. સફાઇ અભિયાન શરૂ કરવામાં આવ્યું તે તસ્વીર.

(12:08 pm IST)