સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

મોરબીમાં ટ્રાફીક ઝુંબેશ

 મોરબી : આરટીઓ કચેરી દ્વારા શાળાના વાહનો નિયમોનો ભંગ કરતા હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં આજે મોરબી આરટીઓ કચેરી અને ટ્રાફિક પોલીસની સંયુકત ઝુંબેશમાં ટ્રાફિક પોલીસે ૧૩ અને આરટીઓ ટીમે ૧૫ કેસ કર્યા છે. આરટીઓ કચેરીના બી એ શિંગાળા, આર એ જાદવ, એ આર સૈયદ તેમજ ટ્રાફિક પોલીસના વનરાજસિંહ રાણા સહિતની ટીમે સંયુકત ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી હતી જેમાં શાળાના વાહનો તેમજ સામાન્ય વાહનચાલકોને નિયમભંગ બદલ કેસ કરવામાં આવ્યા હતા આ ઝુંબેશમાં ટ્રાફિક પોલીસે નિયમભંગ કરનાર ૧૩ વાહનચાલકો સામે કાર્યવાહી કરી છે આરટીઓ ટીમે શાળાના વાહનો શીત ૧૫ સામે કાર્યવાહી કરી છે અને ટ્રાફિકનિયમભંગના કેસ કરવામાં આવ્યા છે. વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ તે તસ્વીર.

(12:06 pm IST)