સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

ખેતરમાં સોલાર સિસ્ટમ-ડીઝીટલ મોનીટરીંગ બદલ

વિરપુર જલારામધામના બે ખેડૂતોને કૃષિ મહોત્સવ પ્રસંગે સન્માનિત કરાયા

વિરપુર તા. ર૪: ખેતીવાડી ખાતા દ્વારા ખરીફ કૃષિ મહોત્સવ-ર૦૧૯નું આયોજન એ.પી.એમ.સી. (માર્કેટિંગ યાર્ડ)-જેતપુર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ખેડુતોને વિવિધ કૃષિ નિષ્ણાંતો દ્વારા વિવિધ ખેતી પાકોની ખેતી પધ્ધતીની માહીતી આપવામાં આવી તથા એકઝીબીશન કમ સેલ્સનું પણ આયોજન કરવામાં આવેલ જેમાં વિરપુર જલારામ ગામના બે ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

જેમાં પોતાના ખેતરમાં સોલાર સિસ્ટમ અને ડીઝીટલ મોનીટરીંગ કામગીરી બદલ અરવિંદભાઇ ગાજીપરાને સન્માન પત્ર આપી સાથે વિરપુર જલારામ ગામના બીજા ખેડૂતને પોતાના ખેતરમાં કંટોલાની ખેતીના પ્રગતિશીલ ખેડૂત તરીકે સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

એ.પી.એમ.સી. (માર્કેટિંગ યાર્ડ) જેતપુર ખાતે યોજાયેલા કૃષિ મહોત્સવમાં સન્માનિત કરવામાં આવેલા ખેડૂતોને જેતપુર માર્કેટિંગ યાર્ડના ચેરમેન દિનેશભાઇ ભુવા, પૂર્વ મંત્રી જશુમતીબેન કોરાટ, જેતપુર મામલતદાર પૂજાબેન જોટાણીયા તેમજ વિરપુર ખેતીવાડી ગ્રામસેવક હેતલબેન આહિરે અભિનંદન પાઠવ્યા હતા. (૭.૧૧)

(12:06 pm IST)