સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

શાપર-વેરાવળમાં ચોરાઉ ૧૧ મોબાઈલ સાથે રાજકોટનો વિજય દેવીપૂજક પકડાયો

સસ્તા ભાવે ફોન વેચવાની પેરવી કરતો'તો ને રૂરલ એસ.ઓ.જી.એ દબોચી લીધો

તસ્વીરમાં પકડાયેલ (નીચે બેઠેલ) શખ્સ સાથે રૂરલ એસ.ઓ.જી.નો સ્ટાફ નજરે પડે છે

શાપર-વેરાવળ, તા. ૨૪ :. ઙ્ગઙ્ગશાપર-વેરાવળમાં ચોરાઉ ૧૧ મોબાઈલ સાથે રાજકોટના દેવીપૂજક યુવાનને રૂરલ એસ.ઓ.જી.એ ઝડપી લીધો હતો.

પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાની સૂચનાથી એસ.ઓ.જી. શાખાનો સ્ટાફ એસ.ઓ.જી. શાખાને લગતી કામગીરીમાં હતો તે દરમ્યાન પો. કોન્સ. ધર્મેન્દ્રભાઈ ચાવડાને ખાનગીરાહે હકીકત મળેલ કે શાપર (વે) ગામે શીતળા માતાજીના મંદિર પાસે રોડની બાજુમાં વિજય દેવીપૂજક નામનો માણસ જેણે કાળા કલરનો શર્ટ તથા બ્લ્યુ કલરનું પેન્ટ પહેરેલ છે અને તે મોંઘા મોબાઈલનું સસ્તા ભાવમાં વેચાણ કરે છે. હકીકતવાળી જગ્યાએ તપાસ કરતા મજકુર વિજય લાલજીભાઈ વાઘેલા જાતે દેવીપૂજક (ઉ.વ. ૨૫) રહે. મુળ શાપર - ભકિતધામ સોસાયટીની સામે શેરી નં. ૨ની સામે ઝૂપડામાં હાલ રે. રાજકોટ મોરબી જકાતનાકા પાસે ઝૂપડામાં, રાજકોટવાળો મળી આવેલ જેની પાસેથી જુદી જુદી કંપનીના સ્માર્ટ મોબાઈલ ફોન નંગ ૧૦ તથા એક સેમસંગ કંપનીઓ સિંગલ સીમનો સાદો ફોન મળી કુલ નંગ ૧૧ મોબાઈલ ફોન મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી શાપર-વેરાવળ પો. સ્ટે. સોંપેલ છે.

પકડાયેલ વિજયે આ તમામ ફોન શાપર-વેરાવળના કારખાના અને ઓરડીમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.

આ કાર્યવાહીમાં રૂરલ એસ.ઓ.જી.ના પો. હેડ કોન્સ. ઉપેન્દ્રસિંહ જાડેજા, પો.કો. ધર્મેન્દ્રભાઈ ચાવડા તથા રણજીતભાઈ ધાધલ તથા સાહીલભાઈ ખોખર જોડાયા હતા

(12:05 pm IST)