સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

સરકારી-જમીનમાં ખુલ્લા પ્લોટના કબ્જા માટે ખુની ખેલ ખેલાયોઃ આરોપી કૌટુંબીક ભાણેજ

પોલિસની પ્રાથમીક તપાસમાં બહાર આવતી વિગતો

 આટકોટ તા.૨૪: બોટાદમાં ગઇ કાલે થયેલ પીતા-પુત્રની બેવડી હત્યામાં સરકારી પ્લોટમાં ગેરકાયદેસર કરેલ પેશકદમીના લીધે બની હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યુ હોવાનુ પોલીસે જણાવ્યું હતું.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સરકારી ખુલ્લી જગ્યામાં પ્લોટમાં કબ્જા બાબતે અગાઉ પણ બોલાચાલી થઇ હતી પરંતુ હત્યારો કૌટુંબીક ભાણેજ થતો હોય બંને પક્ષોએ સમાધાન થઇ જતુ હતુ.

ગઇ કાલે ફરી આ અંગે બોલાચાલી થતા જાવેદ ગુલમહમંદ જાખરાએ ઉશ્કેરાઇ જઇ પિતા પુત્ર ઉપર આડેધડ છરીના ઘા મારી દેતા બંનેના મોત થયા હતા જયારે સલમાને ગંભીર ઇજા થઇ હતી.

જો કે મરણ જનારને જેની સાથે બોલાચાલીનો વેવાર નહોતો ત્યાં પણ આરોપી કામે જતો હોય એ બાબતે પણ કયારેક બોલાચાલી થઇ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે.

આરોપી પાસેથી હાલ પોલિસે ગુનામાં વપરાયેલ છરી સહિતનો મુદામાલ કબ્જે કરવા તજવીજ હાથ ધરી છે. બાદ વધુ તપાસ માટે રિમાન્ડની માંગણી સાથે આવતી કાલે કોર્ટમાં રજુ કરાશે.

આ ઘટનાની જાણ થતા બોટાદ એસ.પી., એસ.ઓ.જી, એલ.સી.બી. પી.આઇ ગૌસ્વામી સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

(12:03 pm IST)