સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

ટંકારાના સાવડી કિસાન જુથ સેવા સહકારી મંડળીનો રસાકસીભર્યો ચૂંટણી જંગ

બપોરે ૩ વાગ્યાથી મતગણતરી : ચુસ્ત પોલીસ બંદોબસ્ત

ટંકારા, તા. ર૪ : ટંકારા તાલુકાના સાવડી ગામે શ્રી કિસાન જુથ સેવા સહકારી મંડળીની ચૂંટણી યોજાયેલ છે. આજે સવારે ૯ વાગ્યાથી મતદાન શરૂ થયેલ છે.

શ્રી કિસાન જુથ સેવા સહકારી મંડળીમાં સાવડી તથા નેસડા સુરજી બંને ગામના ૮૭૬ સભ્યો છે. હાલમાં પ્રમુખ તરીકે શાંતિલાલ કરમણભાઇ વિરમગામા છે.

શ્રી કિસાન જુથ સેવા સહકારી મંડળીમાં ૧૩ કારોબારી સભ્યની ચૂંટણી છે. તેમાં એક સભ્ય બીનહરિફ થયેલ છે.

આ ચૂંટણીમાં સાવડી તથા નેસડા સુરજી ગામની પેનલો સામ સામે ચૂંટણી લડી રહેલ છે. એક પેનલના ૧૧ ઉમેદવારો તથા બીજી પેનલના ૧૩ ઉમેદવારો છે.

મતદાન ૩ વાગ્યે પૂર્ણ થશે. ત્યાર બાદ મતગણત્રી મંડળીની ઓફીસ ખાતે થશે.

ચૂંટણી અધિકારી તરીકે બી.જે. ભટ્ટ, તથા મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે ભીખાલાલ સંચાણીયા ફરજ બજાવે છે.

સહકારી મંડળીની ચૂંટણીમાં કોઇ પ્રશ્નો સર્જાય નહીં તે માટે સતાવાળાઓ તથા પોલીસ તંત્રને જાણ કરાયેલ છે.

(12:02 pm IST)