સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

કાલે જૂનાગઢ પધારતા સુન્ની વડાઃ ઉર્ષે અમીરે અહેલે સુન્નતનો ર૧મો ભવ્ય જલ્સો

મારફાની સાહેબના પરિવારમાં બેવડી ખુશીનો પ્રસંગઃ અન્ય ઉલેમાઓની પણ હાજરીઃ મંગળવારે રાત્રે મસ્જીદે રઝામાં કાર્યક્રમઃ આ'લા-હઝરતના પોત્ર હુઝુર જમાલરઝાખાનની તકરીર : બુધવારે યતીમખાનાની નવી ઇમારતની પાયા વિધી : ગાદિપતિ મૌલાના ગુલઝાર અહેમદ નૂરીના આલિમાસુપુત્રીની બુધવારે શાદીઃ નિકાહ વિધિ પણ જમાલે મિલ્લતના હસ્તે થશે

 જુનાાગઢ તા ૨૪  : સુન્ની મુસ્લિમોના વડા અને આ'લા હઝરત ઇમામ અહેમદરઝાખાન સાહેબ ફાઝીલે બરૈલ્વી (રહે.) ના પોૈત્ર હઝરત મોૈલાના જમાલ રઝાખાનસાહેબ (બરૈલી શરીફ) આવતી કાલ મંગળવારે જુનાગઢ પધારી રહયા હોઇ સોૈરાષ્ટ્રના સુન્ની મુસ્લિમ સમાજમાં હર્ષ વ્યાપી ગયો છે. માત્ર જમાલે મિલ્લત તરીકે ઓળખાતા સુન્ની વડા જુનાગઢ ખાતે ઉર્ષ-શાદી અને સંગે બુનિયાદના પ્રસંગે પધારી રહયા હોઇ ઉત્સુકતા વ્યાપી ગયેલ છે.સોૈરાષ્ટ્રમાં 'અમીરે અહેલે સુન્નત ' તરીકેમશહુર હુઝૂર મુફતીએ આઝમ હિન્દ (રહે) ના ખલીફા હઝરત મોૈલાના નુરમુહંમદ સાહેબ મારફાની (રહે) નો ૨૧ મો તથા હઝરત જહાનિયા શાહ બાવા(રહે) નો  કાલે શાનદાર ઉર્ષ ઉજવવામાં આવનાર છે.

આ પ્રસંગે મંગળવાર રાત્રે મસ્જીદેરઝા (ઉધીવાડા)ખાતે રૂહાની જલ્સો યોજાયો છે જેમા મુફતીએ આઝમ હિન્દ (રહે) ના દોહિત્ર હુઝૂર જમાલે મિલ્લત ઉપસ્થિત રહી તકરીર ફરમાવશે.

આ પૂર્વે મગરીબની નમાઝ પછી મસ્જીદે રઝાથી સદલ શરીફનું એક જુલુસ નીકળશે અને તે દરગાહે પહોંચશે જયાં રૂહાની કાર્યક્રમ થશે. આ જલ્સામાં સ્થાનીક અને બહારના મહેમાનો હાજરી આપનાર છે.

વિશેષ આ પ્રસંગે જેમનો ૨૧મો ઉર્ષ ઉજવાઇ રહયો છે તે હઝરત મોૈલાના નુરમુહંમદ સાહેબ મારફાની (રહે) ના ગાદીપતિ પીરઝાદા હઝરત મોૈલાના ગુલઝાર અહેમદ સાહેબ નુરીના સુપુત્રી આલિમાહ મસ્ઉદા ખાતૂનની શાદી હાજીમો.ફરાઝ રઝા સાથે યોજાઇ છે.

બેવડી ખુશીના આ પ્રસંગેતા. ૨૬ ના બુધવારે સવારે ૧૧ વાગ્યે મસ્જીદે રઝામાં નિકાહ વિધિ થશે જે વિધિ સુન્ની વડા હઝરત જમાલે મિલ્લત સંપન્ન કરાવશે.

હુઝુર અમીરે અહેલે સુન્નત (રહે) નાપોૈત્રીની શાદી તથા તેઓના જ ઉર્ષ પ્રસંગે દારૂલ ઉલૂમ અન્વારે મુસ્તુફા અને દારૂલ યતામા અન્વારે મુસ્તફાની અધ્યતન ઈમારતની પાયા વિધી ,પણ સુન્ની વડાના હસ્તે બુધવારે અસરની નમાઝ પછી સાંજે થનાર છે.

અત્રે નોંધનીય છે કે ગત તા. ૧૩/૫/૧૯૯૦ નારોજ આલા હઝરતના સુપુત્ર હુઝુર મુફતીએ આઝમ હિન્દ (રહે) ની સ્મૃતિમાં સુન્ની મુસ્લિમ બાળકોને ધાર્મિક શિક્ષણ આપવા હેતુસર અને અનાથ બાળકોના ઉછેર માટે આ સંસ્થાઓની રચના મારફાની સાહેબએ ખુદ કરી હતી, જની ઇમારતો જર્જરીત બની જતા આ ઇમારતોની જગ્યાએ નવી આધુનીક ઇમારતો બનાવવામાં આવનાર છે. આ સમગ્ર કાર્યક્રમના સંયોજક મોૈલાના ગુલઝાર અહેમદ સાહેબ નુરીએ મારફાની પરિવારના આા ખુશી પ્રસંગે સોૈરાષ્ટ્ર ભરના સુન્ની મુસ્લિમ બિરાદરો  ઉલેમાઓ અને સાદાતોને હાજરી આપવા અનુરોધ કર્યો છે તેમ હાજી હનીફભાઇ નુરી રઝવીએ એક યાદીમાં જણાવ્યું છે.

અત્રેએ યાદ રહે કે, અમીરે અહેલે સુન્નત તરીકે જાણીતા ખલીફ-એ-હુઝુર મુફતીએ આંઝમ હિન્દ, પીરે તરીકત સુફીએ બા સફા હઝરત મૌલાના નુરમુહંમદ સાહેબ મારફાની (રહે.)એ સોરઠ વિસ્તારમાં રઝવીયતને ફેલાવી છે અને મસ્લકે આ'લા હઝરતનો પરચમ બૂલંદ કર્યો છે જેઓની આજે પણ યાદ જીવંત છે.તેઓના સૌરાષ્ટ્ર-ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ અનૂયાયીઓ છે હમેંશા તેઓ જરૂરીયાત મંદોનો સહારો બન્યા હતા અને ઘણા લોકો તેઓથી લાભવંત થયા હતા તેઓની વિદાય ખાસ કરીને સોરઠ વિસ્તાર માટે આજે પણ એક વસમી વિદાય બની રહી છે.

આ ઉર્ષે અમીરે અહેલે સુન્નતના મૌકા ઉપર બરેલી શરીફની દરગાહે આ'લા હઝરતના ચશ્મો ચિરાગ, નવાસાએ હુઝુર મુફતીએ આઝમે હિન્દ, પીરે તરીકત, હુઝુર જમાલે મિલ્લત હઝરત અલ્લામાં અલ્હાજ મો. જમાલ રઝાખાન સાહેબ ઉપરાંત હિન્ઘ્ુસ્તાનના નામાંકીત આલીમો ખાનકાહના સજ્જાદાનશીનો, પીરાને તરીકત તેમજ ટોચના શાઇરો ખાસ હાજરી આપી અમીરે અહેલે સુન્નતની શાનમાંં શાનદાર તકરીરો ફરમાવશે આ ઉર્ષ શરીફના મુબારક પ્રસંગે સર્વ મુસ્લીમ બિરાદરો તથા મૂરીદોને બહોળી સંખ્યામાં હાજરી આપવા ખાનકાહે રઝવિય્યાહની યાદી જણાવે છે.

(12:00 pm IST)