સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

વાંકનેર નેશનલ હાઇ-વેના સર્વિસ રોડમાં એકજ વરસાદે પાણી ભરાતા કફોડી સ્થિતી

વાંકાનેર તા ૨૪  : નેશનલ હાઇવે નજીક બોર્ડીગ રોડ યાને નેશનલ હાઇવે સર્વિસ રોડ એકજ વરસાદે ગોઠણ ડુબ પાણી ભરાઇને તળાવ જેવો બની જતાં વાહન ચાલકો, રાહદારીઓ, વેપારીઓ માટે ચાલવું મુશ્કેલ બની ગયું છે.

ગ્રાહકો આવી શકતા ન હોઇ આ રોડ પરના દુકાન ધારકો કફોડી સ્થિતીમાં મુકાયાનો ઘાટ જોવા મળી રહ્યો છે. એમ કહેવાય છે કે નેશનલ હાઇવેની મોટી ગટર બંધ છે, જયારે તેની બાજુમાં જ નગરપાલીકાની પાઇપ લાઇન હોઇ, નગરપાલીકા અને નેશનલ હાઇવે ઓથોરીટી, બેમાંથી એકેય વહીવટી કામગીરી ન કરતા આખા બોર્ડીગ રોડના દુકાનદારો છેલ્લા બે વર્ષથી દર ચોમાસે મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે.

જયારે પાલીકા વિસ્તારમાં દાણાપીઠ પાસે પણ પાણી નદી સ્વરૂપે એકઠું થતું હોઇ ત્યાંથી પસાર થતા વાહનોને કારણે ઉડતા પાણીથી રાહદારીઓ, દુકાનદારો સાથે વાહન ધારકો વચ્ચે ઝઘડાઓનું પ્રમાણ વરસાદી પાણીના ભરાવાને કારણે જોવા મળી રહ્યું છે.

(11:58 am IST)