સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

ગોંડલમાં કોલેજ ચોક પાસે ડિવાઇડર મુકવા પાલિકા તંત્ર ધ્યાન આપતુ નથી

ગોંડલ તા.૨૪ : ટ્રાફીકથી ધમધમતા સંગ્રામજી હાઇસ્કુલના ગેઇટ ચોકથી કોલેજ ચોક બસ સ્ટેન્ડ સુધીના રસ્તે ડીવાઇડર મુકવાની ઘણા સમયથી જરૂરીયાત હોવા છતા ન.પા. સતાવાળાઓ આંખ આડા કાન કરે છે તેવી ફરીયાદો ઉઠી છે.

સ્કુલ વિસ્તાર હોવાથી વિદ્યાર્થીની અવરજવર વધુ રહે છે ત્યારે રોંગ સાઇડમાં આવતા મોટા વાહનો નાના વાહન ચાલકોને ઠોકરે ચડાવે છે તેથી રોડની વચ્ચે ડીવાઇડર મુકવામાં આવે તો અકસ્માતનો ભય ઓછો રહે. આ અંગે વાલીમંડળે તુરંત ઘટતુ કરવા માંગ કરી છે.

(11:57 am IST)