સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

ભાવનગર માં ગાંજાનાં જથ્થા સાથે ઝડપાયેલ રફિક ગોગદાના રિમાન્ડની તજવીજ

ભાવનગર,તા.૨૪: ગુજરાત રાજયના પોલીસ મહાનિદેશન અને મુખ્ય પોલીસ અધિકારી દ્રારા ગુજરાત રાજયમાં એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો સામે કાયદેસર કાર્યવાહી કરવા અંગેની એક ખાસ ડ્રાઇવનું આયોજન ચાલી રહેલ છે.ઙ્ગ

જે અનુસંધાને ભાવનગર રેન્જના ડી.આઇ.જી.પી. અશોકકુમાર યાદવ ની સુચના અને ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ ની રાહબરી નીચે પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.એસ.ત્રિવેદીને મળેલ બાતમી હકિકત આધારે એસ.ઓ.જી.ના સ્ટાફે વરતેજ ખાતે રફિકભાઇ જમાલભાઇ ગોગદા ઉ.વ.૪૯ રહેવાસી વરતેજ દ્યાંચીવાડ તા.જી. ભાવનગરવાળાના રહેણાંકી મકાને નાર્કેટીકસ અંગે રેઇડ કરતા મજકુરના રહેણાંકી મકાનેથી માદક પદાર્થ ગાંજો વજન ૧.૯૫૦ કિલો ગ્રામ કિ.રૂટ્ટ. ૧૧,૭૦૦/-ઙ્ગ નો કબ્જે કરવામાં આવેલ છે. મજકુર આરોપી સામે ફઝ્રભ્લ્ એકટ તળે કાયદેસર કાર્યવાહી આરોપી સામે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદીએ ફરિયાદ આપી વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્પેર્કટરશ્રી એસ.એન.બારોટ ની રાહબરી નીચે પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદી તથા એસ.ઓ.જી. સ્ટાફના બલવિરસિંહ જાડેજા તથા જગદીશભાઇ મારૂ તથા વિજયસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. ચંદ્રસિંહ વાળા તથા હારીતસિંહ ચૌહાણ તથા શરદભાઇ ભટ્ટ તથા બાવકુદાન ગઢવી તથા યોગીનભાઇ ધાંધલ્યા તથા ડ્રાઇવર મહેન્દ્રસિંહ ગોહિલ તથા પરેશભાઇ પટેલ જોડાયા હતા.(૨૮.૨)

(11:57 am IST)