સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

કચ્‍છમાં ફાયનાન્‍સ કંપની-બેંકો સાથેના વાહન લોન કૌભાંડનો પર્દાફાશ

ગાંધીધામ એલસીબી ટીમને સફળતાઃ લોન ઉપર વાહન મેળવ્‍યા બાદ તેને તોડીને ભંગારમાં વેચી નાંખવાની મોડસ ઓપરેન્‍ડી દ્વારા ૧૨ ટ્રકો, ૨ બાઇકો ઉપર લાખોની લોન મેળવનાર ધર્મેન્‍દ્ર હરભાણ ચૌધરી ઝડપાયો

ભુજ, તા.૨૪: ગાંધીધામ એલસીબી પોલીસે બોગસ દસ્‍તાવેજ દ્વારા અલગ અલગ ફાઇનાન્‍સ કંપનીઓ તેમ જ બેંકો માંથી ૧૨ ટ્રક તેમ જ ૨ બાઇક સહિત લાખોની લોન લેવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ ગુનામાં ગાંધીધામ એલસીબીએ જાતે જ ફરિયાદી બનીને લોન ઠગાઈ કૌભાંડ આચરનાર મૂળ યુપીના અને અત્‍યારે ગાંધીધામ રહેતા ધર્મેન્‍દ્ર હરભાણ ચૌધરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસના જણાવ્‍યા પ્રમાણે આરોપી ધર્મેન્‍દ્ર હરભાણ ચૌધરી એ પોતાના દસ્‍તાવેજો મા એડિટિંગ કરી રાજેન્‍દ્ર હરભજન ચૌધરી ના નામે ડુપ્‍લીકેટ દસ્‍તાવેજો બનાવી જુદી-જુદી ફાયનાન્‍સ કંપનીઓ / બેંકો માંથી લોન લઈ લોન બાકી હોય તેવી ગાડીઓ સ્‍ક્રેપમાં કપાવી નાખી નાશ કરી ફાયનાન્‍સ કંપની/ બેંકો સાથે વિશ્વાસદ્યાત ઠગાઈ આચરતો હતોર્.ં

આરોપીએ પોતાના પાનકાર્ડ, આધાર કાર્ડ, દ્રાઇવિંગ લાયસન્‍સમા એડિટિંગ કરી રાજેન્‍દ્ર હરભજનસિંગ ચૌધરી ના નામે ડુપ્‍લીકેટ બનાવી તેના નામે તથા પોતાના નામે (1) GJ12X1690 (2) GJ12X1689 (3) GJ12X1692 (4) GJ12Z6007 (5) GJ12AY0351 (6) GJ12BV5075 (7) GJ12BT7550 (8) GJ12BV7505 (9) GJ24U9624 (10) GJ12BV7550 (11) GJ12X1703 (12) GJ12AK5972 (CAR) (13) GJ12-7550 (BULLET) (14) GJ12CG7550 (HONDA) (હોન્‍ડા અને બુલેટ ને બાદ કરતા તમામ ટ્રકો છે.) વાળી લીધેલ છે, આ તમામ વાહનો ઉપર લોન મેળવ્‍યા બાદ આરોપી ધર્મેન્‍દ્રએ તે વાહનોને સ્‍ક્રેપમાં વેચી નાખ્‍યા હતા. જેથી ફાઇનાન્‍સ કંપનીઓ કે બેંકોના રીસીવર તે વાહનો મેળવી શકતા નહોતા. આ ઉપરાંત આ આરોપી ધર્મેન્‍દ્ર પાસેથી વેલ્‍સપન કંપનીની કુલ-૯ લોખન્‍ડ ની પાઇપો પણ પકડી પાડવામાં આવેલ છે.

આ બાબતે ગાંધીધામ એ ડીવી. પો.સ્‍ટે. ફર્સ્‍ટ ૯૪/૨૦૧૯ આઈ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ મુજબ ગુનો રજીસ્‍ટર કરાવવામાં આવેલ છે.

પોલીસે આરોપી ધર્મેન્‍દ્ર ચૌધરીની ફોટો જાહેર કરીને જાહેર અપીલ કરી છે કે કોઈ અન્‍ય નામે પણ આવી જ રીતે કૌભાંડ આચરેલ હોય શકે છે. જેથી આ બાબતે આરોપીના ફોટા તથા અન્‍ય વિગતો આધારે તપાસ કરી, છેતરપિંડી થયેલાનું જણાય તો તુરત પોલીસનો સંપર્ક કરવા તમામ બેંકો/NBFC તથા જનતા ને જણાવાયું છે.

આ કામગીરીમા જે.પી.જાડેજા, પો.ઇન્‍સ. તથા એન.વી.રહેવર, પો. સબ ઇન્‍સ. તથા એલ.સી.બી. સ્‍ટાફ જોડાયા હતા.

(11:12 am IST)