સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

ભુજમાં ટ્રક લૂંટનાર લૂંટારૂ ટોળકીએ ૩ દિ' પહેલા પાણીપુરીવાળાને પણ લૂંટયો'તો

ભુજ તા. ર૪ :.. ભુજના શેખપીર ત્રણ રસ્‍તા પાસે ટ્રકની લૂંટ ચલાવનાર મહિલા સહિતની લૂંટારૂં ટોળકી વિરૂધ્‍ધ વધુ એક ગુનો નોંધાયો છે. પીઆઇ જલુના જણાવ્‍યા પ્રમણે આ લૂંટારૂં ટોળકીએ ત્રણ દિ' પહેલા માધાપરના પાણી પુરીના ધંધાર્થી સુરેશ બાબુ માલીને ધાક ધમકી કરી તેની પાસેથી ગલ્લામાં રહેલા  રૂા. ૩પ૦૦ ની લૂંટ ચલાવી હતી.

આ લૂંટારૂં ટોળકીના ઇમરાન મામદ આરબ, રહીમ કાસમ આરબ, રીક્ષા ચાલક ઇસ્‍માઇલ ઉર્ફે રઘુડો કુંભાર, એક સગીર તેમ જ મહિલા મુમતાઝ આરબને પોલીસે ઝડપી પાડયા હતાં. આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા બાદ બે દિવસના રીમાન્‍ડ મળતા પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે.

(11:12 am IST)