સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

ભાવનગરમાં ટ્રક હડફેટે મોટરસાયકલ ચાલક યુવાનનું મોત

ભાવનગર તા. ર૪ :.. ટોપ થ્રી સર્કલ નજીક રીંગ રોડ પર આવેલ બ્રહ્મપાર્ક સોસાયટી નજીક વૃંદાવન રેસ્‍ટોરન્‍ટ પાસે બપોરના સમયે ટ્રક અને મોટર સાયકલ વચ્‍ચે અકસ્‍માતની ઘટનામાં ભરતનગરમાં રહેતા ચિરાગભાઇ ચંદુગીરી ગૌસ્‍વામીનું ઘટના સ્‍થળે મોત નિપજયું હતું. અકસ્‍માત બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો.

આ બનાવની જાણ થતાં ભરતનગર પોલીસ કાફલો બનાવ સ્‍થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. અકસ્‍માતની આ ઘટના અંગે ચંદુગીરી જયગીરીએ ટ્રક ચાલક વિરૂધ્‍ધ ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(11:56 am IST)