સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

બોટાદમાં પ્‍લોટના ડખ્‍ખામાં પિતા-પુત્રની હત્‍યાઃ જાવેદ જાખરા ઝડપાયો

પુત્રી સલમાં ફિરોજભાઇ જોખીયા ગંભીરઃ બોટાદમાં કાયદો-વ્‍યવસ્‍થા કથળતા લોકોમાં ભારે ભય

આટકોટ-ભાવનગરઃ બોટાદમાં પિતા-પુત્રની કરપીણ હત્‍યા અને પૌત્રી ઉપર પણ જીવલેણ હુમલો થતા બેવડી હત્‍યાના આ બનાવથી બોટાદ પંથકમાં ખળભળાટ મચી જવા પામ્‍યો હતો. (તસ્‍વીરઃ અહેવાલઃ વિજય વસાણી-આટકોટ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર

આટકોટ-ભાવનગર તા.૨૪: બોટાદમાં કાયદો વ્‍યવસ્‍થાની સ્‍થિતી કથળતા લોકોમા ભારે ભય ફેલાયો છે. ત્‍યારે ડબલ મર્ડરની ઘટનાથી ભારે આક્રોશ ફેલાયો છે.

બોટાદમાં પ્‍લોટ મુદ્દે પિતા નુરાભાઇ અલારખભાઇ જોખીયા (ઉ.વ.૭૫)અને તેના પુત્ર ફિરોઝભાઇ નુરાભાઇ જોખીયા (ઉ.વ.૪૮)ની હત્‍યા કરીને ફિરોઝભાઇની પુત્રી સલમાબેન (ઉ.૧૮)ને પણ છરીના ઘા ઝીંકી દઇને આરોપી જાવેદ ગુલમહમ્‍મદ જાખરા પોલીસ સ્‍ટેશનમા સામેથી હાજર થઇ જતા પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.

બોટાદ જીલ્લામા સબ સલામતીના દાવા પોકળ નિવડયા હતા કાયદો-વ્‍યવસ્‍થાનું અસ્‍તિત્‍વ પણ જોખમમાં મુકાયું છે. શહેરમાં અને તાલુકાઓમાં હત્‍યા ઉપર હત્‍યાના બનાવને અંજામ આપી રહ્યા છે બોટાદ જિલ્લાને બચાવવા જિલ્લા પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવશે કે કેમ તે પ્રશ્ન છે જિલ્લામાં પોલીસનું અસ્‍તિત્‍વ ન હોય તેમ ગુનેગારો બેખોફ થયા છે.

બનાવની વિગતો એવી છે કે બોટાદમાં તાજસર્કલ, નગીના મસ્‍જિદ પાસે રહેતા નુરાભાઇ અલારખાભાઇ જોખીયા ઉ.વ.૭૫, ફિરોઝભાઇ નુરાભાઇ જોખીયા ઉ.વ.૪૮ અને ફિરોઝભાઇની પુત્રી સલમાબેન ઉ.વ.૧૮ ઉપર ગઇ કાલે મોડી સાંજે જાવેદગુલ મહમ્‍મદ જાખરા નામના શખ્‍સે છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દેતા નુરાભાઇ અને તેના પુત્ર ફિરોઝભાઇની મોત નિપજતા બેવડી હત્‍યાનો બનાવ બન્‍યો હતો જ્‍યારે વચ્‍ચે પડેલી ફિરોઝભાઇ પુત્રી સલમાને પણ છરીના ઘા ઝીકતા પ્રથમ બોટાદની સોનાવાલા હોસ્‍પિટલમા લઇ જવાય બાદ સારવાર માટે ભાવનગર ગંભીર હાલતે હોસ્‍પીટલે ખસેડાયેલ છે જયાં તેની સ્‍થિતિ પણ ગંભીર ગણાવાઇ રહી છે.

બનાવની જાણ થતાં જ બોટાદ પોલીસનો કાફલો બનાવ સ્‍થળે દોડી ગયો હતો. આ બનાવના પગલે સંધી સમાજના લોકો મોટી સંખ્‍યમાં હોસ્‍પીટલ ખસેડાયેલ છે. ખુલ્લા પ્‍લોટમાં મામલે ઝઘડો થયા બાદ ઉશ્‍કેરાયેલા આરોપીએ છરીના ઉપરા છાપરી ઘા નુરાભાઇ અને તેના પુત્ર ઉપર કરી બન્‍નેની હત્‍યા કરી નાખી હતી અને વચ્‍ચે પડેલી ફિરોઝભાઇની પુત્રી સલમા ઉપર પણ આરોપીએ છરી વડે લોહીપાળ હુમલો કર્યો હતો.

આ બનાવ બાદ પોલીસે રાત્રેજ આરોપી જાવેદગુલ મહમ્‍મદ જાખરાને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. બેવડી હત્‍યાના આ બનાવથી બોટાદમાં સનસનાટી સાથે ચકવાર મળી ગઇ હતી.

આ અંગેની જાણ થતા એસપી તથા એલસીબી-એસઓજી અને સ્‍થાનિક પોલીસનો કાફલો દોડી ગયો હતો અને હાથ ધરેલી તપાસમાં મૃતક ફિરોજભાઇ જોખીયાના ઘર પાસે આવેલ ખુલ્લી જગ્‍યાનો પ્‍લોટ હોય તે હત્‍યારા જાવેદ ગુલમહમદ જાખરા નામના શખ્‍સે પચાવી પાડયો હોય તે મામલે માથાકુટ ચાલતી હોય તેનો ખાર રાખીને ખૂની ખેલ ખેલવામાં આવ્‍યો હતો.

પોલીસે સલમાબેન ફિરોઝભાઇ જોખીયાની ફરિયાદ પરથી હત્‍યારા જાવેદ જાખરા વિરૂધ્‍ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી. આ બનાવના પગલે પોલીસે બોટાદ અને ભાવનગરમાં ચાંપતો બંદોબસ્‍ત ગોઠવી દીધો હતો.

(11:09 am IST)