સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

બોટાદના સંધિવાડ વિસ્તારમાં ડબલ મર્ડર: મહિલાની હાલત ગંભીર:પિતા-પુત્રની હત્યા કરી આરોપીઓ ફરાર

બોટાદના સંધિવાડ વિસ્તારમાં લોહિયાળ ઘટના બની છે સંધીવાડમાં  ડબ્બલ મર્ડરનો બનાવ બનતા હાહાકાર મચી ગયો છે બે હત્યા અને  વધુ એક મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે

 આ અંગે મળતી વિગત મુજબ બોટાદના નગીના મસ્જિદ પાસે આવેલ સંધિ વાડમાં 3 વ્યક્તિઓ પર થયેલ હુમલામા 2 લોકોના મોત નિપજ્યા છેએક મહિલા સહિત 3 પર થયેલા હુમલામાં, પિતા પુત્ર ના થયા કરપીણ હત્યા નિપજાવી હત્યારાઓ ત્યાંથી ફરાર.થઇ ગયા છે

  જાણવા મળ્યા મુજબ મરણ જનાર )નુરાભાઈ અલ્લારખભાઈ જોખીયા (ઉ. વ 75) અને ) ફિરોઝભાઈ નુરાભાઈ જોખીયા (ઉ.વ 48) ની કરપીણ હત્યા થઇ છે જ્યારે મરણ જનાર ની પુત્રી સલમા ફિરોઝભાઈ જોખીયા ( ઉ. વ 18) પણ અતિ ગંભીર રીતે ઘાયલ થતાં વધુ સારવાર માટે તાત્કાલિક ભાવનગર રીફર કરાયા છે

(11:03 pm IST)