સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

મેઘરજ પંથકના સ્મશાનગૃહમાંથી 15 થી 18 મણની સગડીની તસ્કરીથી ચકચાર

અગ્નિદાહ જમીન ઉપર જ આપવો પડે તેવી સ્થિતિ :કોઈ વાહન મારફત ભંગારીયાના ઈશારે તસ્કરી થયાની આશંકા

ફોટો meghraj

મેઘરજ તાલુકામાં તસ્કરોએ ખાખરીયા-જીતપુર સ્મશાન ગૃહમાંથી સગડીની તસ્કરી કરી જતાં ચકચાર મચી ગઈ છે. હવે ભરચોમાસે કોઈનું મૃત્યુ થાય તો અગ્નિદાહ જમીન ઉપર જ આપવો પડે તેવી સ્થિતિ થવા પામી છે. જ્યારે 15 થી 18 મણની સગડીની તસ્કરી કોઈ વાહન મારફતે જ થયાની આશંકા છે.

 મળતી વિગત મુજબ મેઘરજ તાલુકાના ખાખરીયા-જીતપુર સ્મશાન ગૃહમાંથી આખે આખી સગડીની તસ્કરી થઈ છે અને કોઈ ભંગારીયાના ઈશારે જ તસ્કરી થયાની વિગતો સામે આવતાં કેટલાક ચકોર ગ્રામજનોએ શંકાસ્પદોની ઉલટ તપાસ શરૂ કરી છે. પોલીસે પણ સ્મશાનમાંથી સગડી ચોરનારા તસ્કરોને શોધવા કવાયત હાથ ધરી છે

(11:42 pm IST)