સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 24th June 2018

મોરબીમાં લાયસન્સ વગર સિક્યુરીટી એજન્સી ચલાવતા ઈસમને એસઓજી ટીમે ઝડપ્યો

   મોરબી: મોરબી એસ..જી ટીમે વાંકાનેર પંથકમાં ગેરકાયદેસર સીક્યુરીટી એજન્સી ચલાવતા સંચાલકને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

        મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચનાથી એસઓજી ટીમના પીઆઈ સલીમ સાટીની ટીમ વાંકાનેર પંથકમાં પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ કલાસિક વીટ્રીફાઈડ સિરામિક એકમમાં લાયસન્સ વગર સિક્યોરીટી એજન્સી ચલાવતા રમેશ પ્રહલાદ યાદવ રહે-કલાસિક વીટ્રીફાઈડ સિરામિક અને મૂળ- ઉતરપ્રદેશ વાળાને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(9:12 pm IST)