સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th May 2019

પોરબંદર લોકસભા બેઠક ઉપર ફરી ભાજપનો ભગવોઃ રમેશભાઇ ધડુકનું વિજય સરઘસ

રમેશભાઇને ૫૬૩૮૮૧ મતો તથા ૨.૨૦ લાખથી લીડ સાથે જીતઃ હરીફ ઉમેદવાર કોંગ્રેસના લલિતભાઇ વસોયાને ૩૩૪૦૫૮ મતોઃ અપક્ષ રેશ્મા પટેલને ૩૭૧૬ મતો

પોરબંદર તા.૨૪: પોરબંદર લોકસભા બેઠક ઉપર ભાજપના રમેશભાઇ ધડુકની ૨,૨૦ લાખ મતોની લીડથી જીત થતા કમલાબાગ ખાતેથી વિજય સરઘસ નીકળ્યું હતું. રમેશભાઇને કુલ ૫૬૩૮૮૧ મતો મળ્યા છે

હરીફ ઉમેદવાર કોંગ્રેસના લલિતભાઇ વસોયાને ૩૩૪૦૫૮ તેમજ અપક્ષા રેશ્મા પટેલને ૩૭૧૬ મતો મળ્યો હતો.

મતગણતરીના પ્રથમ રાઉન્ડથી આગળ રહેલા ભાજપના ઉમેદવારને કોંગ્રેસ ઉમેદવાર ઓવરટેક કરી શકયા ન હતા. મતગણતરીના અંતે ૨.૨૦ લાખ મતથી ભાજપના ધડુકનો વિજય થયો હતો. ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પોરબંદર લોકસભા બેઠક ઉપર ભાજપમાંથી રમેશભાઇ ધડુક અને કોંગ્રેસમાંથી લલીતભાઇ વસોયા વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. અને આ બેઠક ઉપર કસોકસનો જંગ થશે તેવી ચર્ચાઓ વચ્ચે જયારે ઇવીએમ ખુલ્યુ ત્યારે ભાજપના ઉમેદવાર રમેશભાઇ ધડુકને બે લાખ ૨૦ હજારથી પણ વધુની લીડ મળી હતી.

ભાજપના ઉમેદવાર રમેશભાઇ ધડુકને ૫ લાખ ૬૩ હજાર, ૮૮૧ મત મળ્યા હતા જયારે કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઇ વસોયાને ૩ લાખ ૩૪ હજાર ૫૮ મત મળ્યા હતા. પરંતુ રમેશભાઇ ધડુક લાખ ૨૦ હજાર મતની લીડથી વિજય બન્યા હતા.

પોરબંદર લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રમેશ ધડુકના પ્રસ્થાન થયુ હતુ ભાજપના ઉમેદવાર રમેશભાઇ ધડુક, કેબીનેટમંત્રી જયેશભાઇ રાદડીયા, પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા જોડાયા હતા અને લોકોનું અભિવાદન કર્યુ હતું. ઢોલ, શરણાઇ અને ડી.જેના તાલે ફટાકડા અને આતશબાજી સાથેની આ વિજયાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર નિકળી હતી.(૧.૧૧)

(1:20 pm IST)