સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th May 2019

સુરેન્દ્રનગરમાં ડો. મહેન્દ્ર મુંજાપરાની જીતના વધામણા

વઢવાણઃ સુરેન્દ્રનગર એમ.પીશાહ આર્ટસ કોલેજ ખાતે વહેલી સવારે મતગણતરી શરૂ થઇ હતી. જેમાં પ્રથમ રાઉન્ડમાંથી જ ભાજપના ડો. મહેન્દ્ર મંુજપરા આગળ હતા. જેઓ સતત આગળ રહેતા ૨ લાખની લીડ મેળવી ચુકયા હતા. ગુજરાતમા સૌથી વધુ ૩૧ ઉમેદવારો સુરેન્દ્રનગર લોકસભામાં મેદાનમાં હતા. ત્યારે સાતમાંથી છ વિધાનસભા અને જિલ્લા પંચાયત પર કોંગ્રેસનો કબ્જો હતો. આથી અઘરી ગણાતી આ બેઠક કબ્જે કરવા ભાજપે એડીચોંટીનું જોર લગાવ્યુ હતું. બીજી તરફ લાલજીભાઇ મેર, બસપા, એચએનડી, એનસીપી સહિતના ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. ભાજપના ગણાતા ડો. મહેન્દ્ર મુંજપરાએ કોંગ્રેસનો કારમો પરાજય આપ્યો છે. ભાજપ માટે અઘરી ગણાતી સુરેન્દ્રનગર લોકસભામાં ૨૦૧૪ બાદ ફરીથી ભાજપની ભગવો લહેરાતા કાર્યકરોમાં ભારે ઉત્સાર જોવા મળ્યો હતો. આથી સુરેન્દ્રનગર એમ.પી. શાહ આર્ટસ કોલેજ ખાતેથી ભાજપના સેવામાંથી સત્તા મેળવનાર ડો. મહેન્દ્ર મુંજપરાને વિજય સરઘસ નિકળ્યુ હતું. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર તમામ વિધાનસભાના ઇવીએમ મશીનો આર્ટસ કોલેજમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સુરેન્દ્રનગર એમ. પીશાહ આર્ટસ કોલેજ ખાતે વહેલી સવારે મતગણતરી શરૂ થઇ હતી. બીજી તરફ ૪થી૫ ઇવીએમ મશીનો બંધપડતા મતગણતરી કેન્દ્રોમાં દોડધામ મચી ગઇ હતી. જયારે શરૂઆતમાં ચોટીલા વિધાનસભામાં આવો બનાવ બનતા અંતે ફરીથી મતગણતરી શરૂ થઇ હતી.(તસ્વીર-અહેવાલઃ ફઝલ ચૌહાણ-વઢવાણ)

(1:16 pm IST)