સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th May 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરો સૂર્યપ્રકોપ

મહતમ તાપમાનમાં સતત વધારો થતા લોકો ત્રાહીમામ

રાજકોટ, તા., ૨૪: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર આકરા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. મહતમ તાપમાનમાં સતત વધારો થઇ રહયો છે. મહતમ તાપમાન ૪ર ડીગ્રી નજીક પહોંચતા બપોરના સમયે ધોમધખતા તાપનો અહેસાસ થાય છે.

જુનાગઢ

જુનાગઢઃ વિસ્તારમાં આજે પણ સુર્યપ્રકોપ જારી રહયો છે.  ગુરૂવારે જુનાગઢનું મહતમ તાપમાન ૪૦.૪ ડીગ્રી રહયા બાદ આજે સવારે ર૭.૪ ડીગ્રી લઘુતમ તાપમાન સાથે કાળઝાળ ગરમી પડવી શરૂ થઇ ગઇ છે. સવારે વાતાવરણમાં  ભેજનું પ્રમાણ ૭૭ ટકા  અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૮.૮ કી.મી.ની રહી હતી.

જામનગર

જામનગરઃ આજનું હવામાન ૩૭ મહતમ ર૭ લઘુતમ ૮૯ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૩.૮ પ્રતિ કલાકની પવનની ગતી.

(1:13 pm IST)