જૂનાગઢમાં મિત્રનો મિત્રને દગો, રૂ. ૯પ હજારની મતા ચોરીને ફરાર
સાથે રહેતા શખ્સે જ હાથફેરો કર્યો
જુનાગઢ, તા. ર૪ : જુનાગઢમાં મિત્ર મિત્રને દગો દઇ તેના ઘરમાંથી રૂ. ૯પ હજારની મતા ચોરી કરીને નાસી જતા ચકચાર મચી જવા પામી છે.
આ અંગેની વિગતો એવી છે કે, જુનાગઢમાં મધુરમ બાયપાસ પર આવેલ કૃષ્ણ પાર્કમાં રહેતા ભરતભાઇ પરબતભાઇની સાથે તેનો મિત્ર વંથલીના નવાગામનો વતી કાર્તિક ઉર્ફે કાનો ગિરીશભાઇ આરદેશણા-પટેલ (ઉ.વ.૩પ) રહેતો હતો.
પરંતુ તા. રરની રાત્રીના ૮-૩૦થી ૧૦ વાગ્યા દરમ્યાન કાર્તિક ઉર્ફે કાનોએ તેના મિત્ર ભરતભાઇના ઘરમાંથી હાથફેરો કર્યો હતો.
જેમાં આ શખ્સ રસોડામાં રાખેલ પ્લાસ્ટીકની ડબીમાં રહેલ સોનાની બે જોડી બુટી, લેડીઝ વીંટી-૬, સોનાના બે પેડલ, કાનની કડી અને સોનાના દાણા મળી કુલ રૂ. ૯પ હજારની માલમતાની ચોરી કરીને નાસી ગયો હતો.
આ અંગે કાઇકાલે સાંજે ભરતભાઇએ સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરતા પી.એસ.આઇ. આર.એમ. ચૌહાણે આગળની તપાસ હાથ ધરી છે.