સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th May 2019

ઢાંકના ગણપતિ મંદિરના દર્શને

ઉપલેટા : છેલ્લા ૬૫ વર્ષથી અખબારી વ્યવસાય સાથે સંકળાયેલા ૮૭ વર્ષ જૂની પેઢીના પીઢ પત્રકાર નટુભાઇ રાઠોડ સહપરિવાર ચાર પેઢી સાથે ઢાંકના શ્રધ્ધાના પ્રતિક સમા  જયા દરરોજ દેશ વિદેશથી મોટી સંખ્યામાં ભાવિકો દર્શને આવે છે તેવા ગણપતિ મંદિરે દર્શને જતા પુજારી ભરતગીરીએ સ્વાગત કરી પ્રસાદ આપેલ. પુજારી ભરતગીરીના પિતાશ્રી સ્વ.દયાગીરી બાપુ પણ જૂની પેઢીના પત્રકાર હતા. તેમના પરિવાર સાથે વર્ષો જૂના સબંધ હોય આ તકે પુજારીના ભાઇ અને પત્રકાર ભૂપતગીરી હાજર રહ્યા હતા અને જૂના સ્મરણો તાજા કરેલ હતા તે તસ્વીર.

(11:59 am IST)