સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th May 2019

સોમનાથ-જબલપુર અદ્યતન જર્મન કોચ ટ્રેન પરિવર્તનનો પ્રારંભ

સોમનાથ-ઉજ્જૈન મહાકાલેશ્વર-ઓમકારેશ્વર જયોર્તિલીંગને સાંકળતી સોમનાથ-જબલપુર ટ્રેનમાં આજથી તમામ કોચો અદ્યતન જર્મન ટેકનોલોજી સુવિધાયુકત-આરામદાયક જોડવામાં આવ્યા

પ્રભાસ-પાટણ તા. ર૪ :..વિશ્વ પ્રસિધ્ધ અને ભારતના બાર જયોર્તિલીંગ પ્રથમ સોમનાથ-જબલપુર ટ્રેન જે સોમનાથ રેલ્વે સ્ટેશનથી દોડે છે તે સમગ્ર ટ્રેનને આજથી જર્મન ટેકનોલોજી કોચ કાયમી ધોરણે જોડવાનો પ્રારંભ થયો. આ કોચ સલામતી અને આરામદાયક મુસાફરી તેની વિશીષ્ટતા છે.

એલ. એચ. બી.નું ફુલ ફોર્મ છે લિન્કે હોફમેન બુશ કે જે જર્મન કંપની છે. આ કોચવાળી ગાડી ૧૬૦ કિ.મી.થી ર૦૦ કિ. મી. પ્રતિ કલાકના ઝડપે દોડી શકે છે. તે એન્ટી ટેલિસ્કોપીક હોય છે તેમાં એક કોચ પર બીજા કોચ પર અથવા એક કોચ બીજા કોચની અંદર ઘુસી જતો નથી. તે સામાન્ય ગાડી કરતાં ૪૦ ટકા ઓછો અવાજ કરે છે. એ. સી. વધારે સારી રીતે કામ આપી શકે છે.

જનરલ કોચમાં આર.ઓ. વોટર પ્યુરીફાઇ સુવિધા, પ્રત્યેક કોચમાં ફાયર સેફટી સીલીન્ડર, પ્રત્યેક કોચમાં ડસ્ટબિન, બોતલ હોલ્ડર-કલાસ મુજબ કરટેઇન-ઓશીકા-ચાદર-સ્ટાઇલીસ્ટ વોશ બેશીન તેમજ તમામ કોચનો આકર્ષક લાલ કલરનો લુક ફુલ રર કોચ વાળી આ ગાડીમાં સ્લીપર ૧૦ કોચ, થર્ડ એ.સી.-પ, ટુ-એ.સી.-૧, ૧ એ.સી.-૧, જનરલ ૩ કોચ, પાવર કન્ટ્રોલ  ર કોચ, સોમનાથ-મહાકાલેશ્વર-ઓમકારેશ્વર ત્રણ જયોર્તિલીંગોને સાંકળતી આ ટ્રેનને સ્ટેશન માસ્ટર એન. ડી. મહાપાત્રા, ડેપ્યુટી સ્ટેશન માસ્ત કોર્મશીયલ પી. જી. મેનને ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું છે.

(11:46 am IST)