સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th May 2019

જંગી લીડ સાથે વિજયી બનેલા મોહનભાઇ કુંડારિયાએ શકિત માતાજીના દર્શન કર્યા

મોરબી તા. ર૪: રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મોહનભાઇ કુંડારિયાએ જંગી લીડથી વિજયી બન્યા બાદ પરિવાર સાથે સાંજે મોરબીના શનાળા ગામે આવેલ શકિત માતાજીના દર્શન કર્યા હતા ત્યારે મોટી સંખ્યામાં સમર્થકો પણ મંદિરે ઉમટી પડયા હતા.

રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઇ કગથરાને ૩,૮૮,૪૦પ મતો મળ્યા છે જયારે ભાજપના ઉમેદવાર મોહનભાઇ કુંડારિયાને ૭,પપ,ર૯૬ મતો મળતા ૩,૬૬,૮૯૧ ની જંગી લીડથી વિજયી બનીને મોહનભાઇએ ર૦૧૪નો પોતાની લીડનો રેકોર્ડ તોડી નાખ્યો છે જંગી લીડથી વિજયી બનેલા મોહનભાઇએ જનતાનો અને મતદારોનો આભાર માન્યો હતો તેમજ જંગી વિજય બાદ મોહનભાઇ કુંડારિયા રાજકોટથી સીધા મોરબીના શકત શનાળા ગામ પરિવાર પહોંચ્યા હતા જયાં શકિત માતાજીના મંદિરે શીશ ઝુકાવી પૂજા કરી હતી અને માતાજીને ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા.

(11:43 am IST)